GSTV
Gujarat Government Advertisement

અતિ અગત્યનું/ ધોરણ 3થી 12ની WHATSAPP પર લેવાનારી પરીક્ષાની તારીખો જાહેર, જાણી લો કયા દિવસે કયા વિષયની હશે પરીક્ષા

જેઇઇ

Last Updated on January 22, 2021 by pratik shah

હાલની કોરોનાની સ્થિતિમાં સ્કૂલોમાં ગુજરાત વર્ચ્યુઅલ સ્કૂલ અંતર્ગત સરકારની ચેનલોના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ તેમજ સોશિયલ મીડિયા દ્વારા શિક્ષણકાર્ય ચાલી રહ્યુ છે ત્યારે શિક્ષણ વિભાગે હવે ધો.૩થી ૧૨માં વિદ્યાર્થીઓનું રીઅલ ટાઈમ એસેસમેન્ટ કરવાનું નક્કી કર્યુ છે. જે અંતર્ગત હવે દર સપ્તાહે વોટ્સએપના માધ્યમથી સ્કૂલોમાં એમસીક્યુ બેઝ પરીક્ષા લેવાશે.

દર સપ્તાહે વોટ્સએપના માધ્યમથી સ્કૂલોમાં એમસીક્યુ બેઝ પરીક્ષા

જીસીઈઆરટી દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓ અને પરીક્ષા કાર્યક્રમ મુજબ ધો.૩થી૮માં વિયય વસ્તુ આધારીત તેમજ ધો.૯થી ૧૨માં વર્ચ્યુઅલ શાળાના લાઈવ કલાસીસના વિષય વસ્તુ આધારિત એમસીક્યુ કસોટી ૨૩મીએ પ્રાયોગિક ધોરણે લેવાશે. ૨૩મીએ ધો.૩થી ૫માં ગુજરાતી વિષય અને પર્યાવરણ વિષયની ૧૦ એમસીક્યુ પ્રશ્નોની પરીક્ષા લેવાશે. ત્યારબાદ ૩૦મીથી ફાઈનલ લેવલે સાપ્તાહિક કસોટી ધો.૩થી ૧૨માં શરૃ કરાશે. જેમાં વોટસએપ પર વિદ્યાર્થીઓને પ્રશ્નો મોકલવામાં આવશે.

વોટસએપ પર વિદ્યાર્થીઓને પ્રશ્નો મોકલવામાં આવશે

આ માટે જીસીઈઆરટી દ્વારા એક વોટસએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સ્કૂલના નામ, ધોરણ અને ડાયસની માહિતી મોકલવાની રહેશે. રાજ્ય કક્ષાએથી જે તે દિવસે જે તે વિષયની પરીક્ષા નક્કી કરાઈ હોવાથી તમામ સ્કૂલના વિદ્યાર્થીઓએ તે જ વિષયની પરીક્ષા આપવાની રહેશે.

વિદ્યાર્થીઓએ તે જ વિષયની પરીક્ષા આપવાની રહેશે

વોટસએપમાં વિદ્યાર્થીએ એક ટાઈપ કરશે કે તેને ૧૦ પ્રશ્ન પૈકી એક પ્રશ્ન અને તેના ચાર વિકલ્પ સ્ક્રિન પર દેખાશે. વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ રી મોકલશે કે તરત જ બીજો પ્રશ્ન અને વિકલ્પો આવશે. વિદ્યાર્થી જ્યારે ૧૦ પ્રશ્નના જવાબ આપી દેશે કે તરત વિદ્યાર્થીના કેટલા જવાબ સાચા છે તે દર્શાવવામા આવશે અને આન્સર કીની પીડીએફ ફાઈલ પણ મોકલવામા આવશે.જેથી વિદ્યાર્થી જવાબો પોતાની રીતે ચકાસી શકશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા

Dhruv Brahmbhatt

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

MLA નૌશાદ સોલંકીએ બળાપો ઠાલવતા કહ્યું, ‘સુરેન્દ્રનગરની એક પણ હોસ્પિટલમાં વેન્ટિલેટર નથી’, શેર કરી દર્દનાક તસવીર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!