ગુજરાત હાઈકોર્ટમાં ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10 ના ગણિતના માર્કસ ધ્યાને લેવા માટે પીટીશન દાખલ થઈ હતી. દાખલ કરવામાં આવેલી આ પીટીશન ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાનો માર્ગ બન્યો મોકળો બન્યો છે. વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર એ છે કે પરિણામ હવે જલ્દીથી જલ્દી આવી શકશે.

હાઈકોર્ટમાં અરજદારે અરજીમાં રજુઆત કરી હતી કે ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10 નું ગણિત ધ્યાન પર ના લેતા મોટા ભાગના વિધાર્થીઓના માર્કસ અને ટકાવારી ઘટી જશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્ર વિષય એ ગાણિતીક વિષય છે અને ધોરણ 10 નું ગણિત તેનો પાયો છે. બીજી તરફ GSEB એ કરેલા અર્થઘટન મુજબ ગણિતના ફાવતુ હોય એ જ કોમર્સમાં જાય છે, જે વિધાર્થીઓ માટે અન્યાય કરતા છે ખોટી રીતે માર્ક્સ ગણાશે તો વિદ્યાર્થીઓને ટકાવારીમાં 8 થી 10 ટકાનું નુકસાન થાય એમ છે.
- ગુજરાત હાઇકોર્ટેએ પિટિશન ફગાવી…
- ધોરણ 12 સા પ્રવાહ નો ના પરિણામ જાહેર કરવાનો માર્ગ બન્યો મોકળો..
- અરજદારની અરજી માં રજુઆત

ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10 નું ગણિત ધ્યાન પર ના લેતા મોટા ભાગના વિધાર્થીઓના માર્કસ અને ટકાવારી ઘટી જશે તે રજૂઆત
- કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્ર વિષય એ ગાણિતીક વિષય છે અને ધોરણ 10 નું ગણિત તેનો પાયો છે
- GSEB એ કરેલા અર્થઘટન મુજબ ગણિત ના ફાવતુ હોય એ જ કોમર્સમાં જાય છે, જે વિધાર્થીઓ માટે અન્યાય કરતા છે
- ખોટી રીતે માર્ક્સ ગણાશે તો વિદ્યાર્થીઓને ટકાવારીમાં 8 થી 10 ટાકાનું નુકસાન થાય એમ છે
ધોરણ-૧૨ કોમર્સના માસ પ્રમોશન દરમિયાન આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ વિષયમાં ધોરણ-૧૦માના ગણિતના માર્ક ગણવા ગુજરાત હાઇકોર્ટમાં થયેલી રિટમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી રજૂઆત કરાઇ હતી કે ૧૨ કોમર્સના પરિણામમાં ધોરણ-૧૦ના ગણિતના માર્ક ન ગણી શકાય. આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટના પરિણામોમાં ધોરણ-૧૦ના સામાજિક વિજ્ઞાન અને ભાષાઓનો માર્ક ગણવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં છે. હાઇકોર્ટે તમામ પક્ષોને સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો.

૧૨ કોમર્સના પરિણામમાં ધોરણ-૧૦ના ગણિતના માર્ક ન ગણી શકાય
અરજદારની રજૂઆત છે કે આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ એ ગાણિતિક વિષયો જ છે. તેથી જ્યારે ધોરણ-૧૨માં માસપ્રમોશન માટે માર્કની ગણતરી થતી હોય ત્યારે ધોરણ૧૦ના ગણિતના માર્ક પણ ધ્યાને લેવા જોઇએ. ગણિતના માર્ક ધ્યાને લેવાની જગ્યાએ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ધોરણ ૧૨ના આંકડાશાસ્ત્રના માર્ક ગણતી વખતે ધોરણ ૧૦ના વિજ્ઞાાન-ટેકનોલોજી, સમાજિક વિજ્ઞાાન અને પ્રથમ ભાષાના ગુણો ધ્યાને લેવાશે જ્યારે એકાઉન્ટના માર્કની ગણતરી કરતા સમયે ધોરણ ૧૦ના સામાજિક વિજ્ઞાાન અને ભાષાઓના માર્ક ધ્યાને લેવામાં આવશે.
READ ALSO
- Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો