GSTV

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ ભગવાનના શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર, મંદિરમાં આરતી – દર્શન અર્થે મળશે ભક્તોને પ્રવેશ!

શામળાજી

Last Updated on September 14, 2021 by Pritesh Mehta

કોવિડ-૧૯ મહામારીને કારણે વખતો–વખતની સરકારની ગાઈડલાઈન મુજબ  સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો . હાલની ઘટતી જતી કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી સાથે તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી  સોમનાથ મંદિરમાં આરતી – દર્શન માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનો નિર્ણય  સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

તેમજ  સોમનાથ મુખ્ય મંદિર તથા  અહલ્યાબાઈ મંદિર,  ભાલકા મંદિર, રામ મંદિર,  ગીતા મંદિર,  લક્ષ્મીનારાયણ  મંદિર,  ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે …

 તેમજ તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી  સોમનાથ મુખ્ય મંદિરમાં દર્શનનો સમય સવારે ૦૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીનો રહેશે . મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઉભા રહેવા દેવામાં આવશે નહીં. ફરજ પરના ટ્રસ્ટના કર્મચારી, પોલીસ, એસ.આર.પી. ની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે . ચાલુ આરતીએ કોઈપણ યાત્રિક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં.

દર્શને આવતા યાત્રિકોએ કોવિડની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનુ રહેશે . એન્ટ્રી ગેઈટ પરથી ટેમ્પ્રેચર મશીનમાં ટેમ્પ્રેચર  ચેક કરાવવાનુ રહેશે તેમજ હેન્ડ સેનીટાઈઝરથી હાથ સાફ કરીને જ દર્શન માટે પ્રવેશ કરવાનો રહેશે . દર્શન માટેના પાસ ઓનલાઈન તેમજ ઓફલાઈન દર્શન પાસ મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે . તેમજ કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી કાળજી કરવાની રહેશે . તેમજ ફરજ પરના પોલીસ એસ.આર.પી., સિકયોરીટી સ્ટાફ તેમજ મંદિરના સ્ટાફને વ્યવસ્થામાં સહકાર આપી દર્શન માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે પ્રમાણે જ દર્શન કરવાના રહેશે.

READ ALSO

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!