GSTV
Gujarat Government Advertisement

કોરોના સંક્રમણ/ 14 હજાર ગામડાઓમાં 15 હજાર કોવિડ સેન્ટર, સરકારે ગામડામાં સંક્રમણ રોકવા કર્યા આ મોટા દાવાઓ

Last Updated on May 12, 2021 by pratik shah

ગુજરાત સરકારે ગામડાઓને કોરોનાથી બચાવવા મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે રાજ્ય સરકારના પ્રધાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી ગામડાઓમાં ઉભી કરવામાં આવેલી તબીબી સુવિધાઓની માહિતી આપી. આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ અટકાવવા મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં દરરોજ કોર કમિટીની બેઠક મળે છે… કોરોનાને નાબૂદ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

કોરોના

કોરોનાને નાબૂદ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ

મુખ્યપ્રધાને બીજી લહેરને ધ્યાને રાખીને બેડ અને ઓક્સિજન સહિત જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરી છે. દર્દીઓન 7 લાખથી વધુ ઇન્જેક્શન આપવામાં આવ્યા છે.બીજી તરફ ગ્રામ પંચાયત પ્રધાન જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ ગામડાઓમાં જ અટકે તે માટે સરકાર આ અભિયાન થકી પ્રયાસો કરી રહી છે. આ માટે દરેક ગામડે કોવિડ સમિતિ બનાવી કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

14 હજાર ગામડાઓમાં 15 હજાર કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા

રાજ્યના 248 તાલુકાના 14 હજાર ગામડાઓમાં 15 હજાર કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે કે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે શહેરોમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને હવે ગામડાઓમાં સંક્રમણને અટકાવવા પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે… હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન છે. જે 18 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યાર બાદ પરિસ્થિતિ જોઇને આંશિક લોકડાઉન ચાલુ રાખવું કે કેમ તે મુદ્દે નિર્ણય કરાશે.

14 હજાર ગામડાઓમાં 15 હજાર કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની પ્રવર્તી રહેલી ગંભીર પરિસ્થિતિના પગલે રાજ્ય સરકારના આદેશ બાદ પ્રાથમિક શાળાઓમાં શરૂ કરવામાં આવેલ આઇસોલેશન વોર્ડમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી નથી. ઓલપાડ તાલુકાના ઇસણપોર ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં સરપંચ દ્વારા આઇસોલેશન વોર્ડ તો શરૂ કરી દેવામાં આવ્યો. પરંતુ વોર્ડમાં ગાદલા અને તકિયા સિવાય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી નથી.

કોરોના

ગાદલા અને તકિયા સિવાય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી નથી

વોર્ડમાં ઓક્સિજન સિલિન્ડરની પણ કોઈ જ વ્યવસ્થા નથી કે કોઈ મેડિકલ સ્ટાફ પણ જોવા મળ્યો નથી જીએસટીવી ટીમે ઇસણપોરના વોર્ડની મુલાકાત લીધી તે દરમ્યાન વોર્ડના મુખ્ય દ્વારને તાળા લાગેલા જોવા મળ્યા.જે બાદ અહીંના સ્થાનિક આગેવાનોને બોલાવી આઇસોલેશન વોર્ડ ખોલાવવામાં આવ્યો. વોર્ડમાં માત્ર પાંચ ગાદલા અને તકિયા સિવાય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ નહોતી… જેથી અહીં કોરોના સામે લોકોને યોગ્ય સારવાર મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા સ્થાનિકોએ માંગ કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!