GSTV
Gujarat Government Advertisement

મહત્વનું/ કોરોના ટેસ્ટ મામલે ICMRએ જાહેર કરી નવી ગાઈડલાઈન, RT-PCR ટેસ્ટ મામલે જણાવી મહત્વની વાત

Last Updated on May 4, 2021 by pratik shah

ભારતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ મહામારી અંતર્ગત આઈસીએમઆરે ટેસ્ટિંગને લઈને નવી દિશાનિર્દેશ જાહેર કર્યો છે. આઈસીએમઆર(ICMR)એ જણાવ્યું કે હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ સમયે RT-PCR રીપીટ કરવું જરૂરી નથી રહ્યું. આંતરરાજ્ય મુસાફરી માટે RT-PCR TESTની પ્રાથમિકતાને પણ હટાવવાની રજુઆત કરવામાં આવી છે.

કોરોના

મુસાફરીને લઈને જાહેર કરાવામાં આવી છે આ ગાઈડલાઈન્સ


આઈસીએમઆરે ટેસ્ટીંગ કીટની અછતને લઈને નિયમોમાં ફેરફાર કર્યો છે. આઈસીએમઆરે જણાવ્યું કે મુસાફરી દરમ્યાન લક્ષણો નથી તો મુસાફરી કરો, નહીંતર મુસાફરી રદ કરો જો એન્ટીજન ટેસ્ટમાં વ્યક્તિ પોઝિટીવ આવે છે તે તે વ્યક્તિએ RT-PCR કરાવવો જરૂરી નથી. એટલું જ નહીં જો RT-PCR ટેસ્ટમાં એક વખત નેગેટીવ આવી ગયા હોય તો બીજી વખત RT-PCR ના કરાવો જોઈએ.

કોરોના

રેપીડ ટેસ્ટ પર ભાર મૂકવાની જરૂર

આઇસીએમઆરએ કહ્યું કે એન્ટિજેન પરીક્ષણો તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કરાવો જોઇએ. આ સિવાય, RWA જેવા સ્થળોએ અને તમામ બજારોમાં કોરોનાનો રેપીડ ટેસ્ટ કરવો જોઈએ. આ સુવિધા દિવસમાં 24 કલાક ઉપલબ્ધ હોવી જોઈએ.

દેશમાં રસીકરણની ગતિ વધી

ભારતમાં કોરોના રસીકરણની ગતિ ધીરે ધીરે વધી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 15.89 કરોડથી વધુ લોકોને કોરોના રસી લગાવવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ત્રીજી મેના રોજ દેશમાં 17 લાખ 8 હજાર 390 રસી લગાવવામાં આવી હતી. દેશમાં 1 મેથી શરૂ થયેલા રસીકરણના ત્રીજા તબક્કામાં, 18 થી 4 વર્ષની વયના 4 લાખ 6 હજાર 339 લોકોએ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ B.1.167 કોરોના વેરિએન્ટ સૌથી ખતરનાક પણ આ વેરિએન્ટથી પણ ઘાતક ભારતમાં આવી શકે છે નવો વેરિએન્ટ, સાચવજો

Dhruv Brahmbhatt

ઓપન લેટર/ જ્યાંથી વેક્સિન મળે ત્યાંથી ખરીદી દેશને વેક્સિન આપો, વડાપ્રધાન પાસે 12 મોટા વિપક્ષી દળોએ કરી આ 9 માંગણીઓ

Dhruv Brahmbhatt

BIG NEWS: ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર સામે નોંધાઈ ફરિયાદ, એફબીઆઈએ તપાસ આદરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!