GSTV

BIG NEWS/ રાજસ્થાનના ડુંગરપુરમાં પ્રદર્શન દરમ્યાન થઈ હિંસા, ફાયરીંગમાં એકનું મોત પાંચથી વધુ ઘાયલ

રાજસ્થાનના ડુંગરપુરમાં શિક્ષક ભરતી મામલે શરૂ થયેલું આંદોલન ઉગ્ર બન્યુ છે. નોંધપાત્ર છે કે આ આંદોલન હવે હિંસામાં ફેરવાયું છે. નોંધપાત્ર છે કે હિંસા દરમ્યાન થયેલા ફાયરિંગમાં એકનું મોત અને પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે.  આંદોલનના કારણે ઉદયપુર-અમદાવાદ હાઈવે બંધ કરવામાં આવ્યો છે.  કેટલાક તોફાની તત્વોએ બસ અને વાહનોમાં આગ ચાંપી હતી. અને ઉગ્ર તોડફોડ કરી હતી. શિક્ષક ભરતી આંદોલને હવે છેલ્લા 3 દિવસથી અસાધારણ વેગ વધ્યો છે.

કેટલાક તોફાની તત્વોએ બસ અને વાહનોમાં આગ ચાંપી

ત્યારે બીજી તરફ બેકાબુ બનેલા ટોળા પર નિયંત્રણ માટે પોલીસે ફાયરિંગ કર્યુ હતું. જેમા 17 વર્ષના તરૂણ અહારી નામના યુવકનું મોત થયુ..  હિંસાના કારણે ડુંગરપુર, બાંસવાડા અને પ્રતાપગઢ વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઈ છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.  હિંસાને ધ્યાનમાં રાખી ઉદયપુરમાં પંચાયતની ચૂંટણી રદ્દ કરી દેવામાં આવી છે.

ટોળા પર નિયંત્રણ માટે પોલીસે ફાયરિંગ કર્યુ

રાજસૃથાનમાં ચાલી રહેલ શિક્ષક ભરતી આંદોલને હવે છેલ્લા 3 દિવસથી અસાધારણ વેગ પકડયો છે અને હિંસક બનેલ આ આંદોલનને લઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ અવરોધાયો છે.આ આંદોલનને પગલે પ્રદર્શનકારીઓએ શામળાજી-ઉદેપુર નેશનલ હાઈવે નં.8 બાનમાં લેતાં ગુજરાતની રતનપુર,શામળાજી બોર્ડરેથી મોડાસા સુધીના 30 કીમી લાંબા માર્ગની બંને સાઈડો એ હજારો વાહનો ખડકાયા છે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

IPL 2020/ મુંબઈની પ્લે ઓફમાં ધમાકેદાર એન્ટ્રી, RCBને 5 વિકેટે હરાવ્યું

Pravin Makwana

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!