દેશની રાજધાનીમાં પ્રધાનમંત્રી મોદીના વિરોધમાં પોસ્ટરવોર શરૂ થઈ ગયું છે. રાજધાનીમાં આ સંદર્ભમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જ્યારે આ બાબતની માહિતી મળતાજ દિલ્હી પોલીસ એક્શનમો઼ડમાં જોવા મળી હતી, પોલીસે અંદાજીત બે હજાર પોસ્ટર ઉતારી લીધા છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી કાર્યાલયથી નીકડીને ડીડીયૂ માર્ગની તરફ જઈ રહેલી એક વાનને કબ્જામાં કરીને પોલીસે અંદાજીત બે હજારથી પણ વધુ પોસ્ટર ઝડપી લીધા છે. આ સાથે પોલીસે અલગ અલગ 44 FIR દાખલ કરીને ચાર લોકોની ધરપકડ કરી છે.

પોલીસે આઈપી એસ્ટેટમાં એક વાન જપ્ત કરી
દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા ઉત્તર) દીપેન્દ્ર પાઠકના જણાવ્યા અનુસાર, મંગળવારે પોલીસે આઈપી એસ્ટેટમાં એક વાન જપ્ત કરી હતી. આવા પોસ્ટરો આ વાનમાં ભરવામાં આવ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ પોસ્ટરો આમ આદમી પાર્ટીના કાર્યાલયથી લાવવામાં આવ્યા છે અને તેને ડીડીયુ રોડ પર લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસે આ કારમાં બેઠેલા એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેણે જણાવ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિએ જણાવ્યું કે તેને વાહન માલિકે આમ આદમી પાર્ટીના કાર્યાલય પર પોસ્ટર પહોંચાડવા માટે કહ્યું હતું.
પ્રિવેન્શન ઓફ ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટનો કેસ
એ જ રીતે, ત્રણ શાહદરા અને ત્રણ દ્વારક ઉપરાંત, મધ્ય, ઉત્તર પૂર્વ અને પૂર્વ જિલ્લામાં બે કેસ નોંધાયા છે અને દક્ષિણ પૂર્વ જિલ્લામાં એક કેસ નોંધવામાં આવ્યો છે. ડીસીપી નોર્થ જિતેન્દ્ર મીણાના જણાવ્યા અનુસાર, તેમના વિસ્તારમાં કોઈ ધરપકડ થઈ નથી, પરંતુ 20 કેસ નોંધાયા છે. આમાંથી મોટાભાગના કેસ પ્રિવેન્શન ઓફ ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ નોંધાયા છે. જેમાં પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે. જ્યારે સેન્ટ્રલ પોલીસે ત્રણ લોકોની ધરપકડની પુષ્ટિ કરી હતી, ત્યારે DCP પશ્ચિમ ઘનશ્યામ બંસલે જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં એક ધરપકડ થઈ છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો