GSTV

શિક્ષણ/ કોરોનાકાળમાં ધોરણ 10-12 બોર્ડના રિઝલ્ટ મામલે મોટા સમાચાર, આ તારીખ સુધી જાહેર થશે માર્કશીટ

Last Updated on June 28, 2021 by Vishvesh Dave

કોરોનાકાળમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા મોકુફ રહી છે. જોકે, ત્રણ જુલાઈ સુધીમા ધોરણ 10નું પરિણામ જાહેર કરવાની પરીક્ષા વિભાગે તૈયારી કરી છે. માર્કશીટને લગતી તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. અગાઉ જૂનના અંતિમ સપ્તાહમાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ માર્કશીટમાં વિલંબ આવતા પરિણામની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ પણ માર્કશીટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે માર્કશીટ મળ્યા બાદ જ પ્રવેશ પરીક્ષા શરૂ થવાની છે. તો બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ માટે પણ પરીક્ષા વિભાગે કવાયત શરૂ કરી છે અને માર્કેસ અપલોડ કરવા માટે શાળાઓને સુચના આપવામાં આવી છે. ચાર જુલાઈ સુધી માર્કસ અપલોડ કરવાની માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ માધ્યમિક શાળાના આચાર્યોને સુચના આપી છે. નિયમિત વિદ્યાર્થીઓના નિયત માળખા મુજબ ગુણ અપલોડ કરવા સુચના અપાઈ છે.

ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ આ વર્ષે થઈ જ નથી જેથી વિદ્યાર્થી પાસે પોતાનો સીટ નંબર જ નથી.સીટ નંબર જ ન હોવાથી વિદ્યાર્થી આ વર્ષે પોતાનું પરિણામ ઓનલાઈન નહી જોઈ શકે પરંતુ વિદ્યાર્થીને સ્કૂલ મારફતે જ પરિણામ મળશે.

ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા બાદ બોર્ડ દ્વારા વર્ષે ઓનલાઈન પરિણામ જાહેર કરવામા આવે છે અને જેેમાં વિદ્યાર્થી પોતાના પરીક્ષાના સીટ નંબરથી ઓનલાઈન પરિણામ જોઈ શકે છે પરંતુ આ વર્ષે પરીક્ષા જ થઈ ન હોવાથી વિદ્યાર્થી પાસે સીટ નંબર જ નથી.જેથી બોર્ડ દ્વારા પણ દરેક વિદ્યાર્થીનું પરિણામ ઓનલાઈન જાહેર નહી કરવામા આવે અને વિદ્યાર્થી પોતાનું પરિણામ ઓનલાઈન નહી જોઈ શકે.

જે તે સ્કૂલને પોતાના વિદ્યાર્થીઓના પરિણામ ઓનલાઈન આપી દેવાશે અને જે તે સ્કૂલ પોતાના લોગઈન આઈડીથી પોતાના ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓના પરિણામ એક સાથે મેળવી વિદ્યાર્થીઓને આપશે. બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામની જાહેરાત થયા બાદ જે તે સ્કૂલ પરિણામ મેળવશે અને વિદ્યાર્થીએ પોતાની સ્કૂલમાં જઈને પરિણામ જોવાનું રહેશે. જો કે આ વર્ષે બોર્ડનું પરિણામ માત્ર નામ પુરતુ જ છે.કારણકે સ્કૂલોએ જ તૈયાર કરેલુ પરિણામ બોર્ડ ઓનલાઈન મુકશે અને ઘણી સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓને પહેલીથી આપી જ દીધું છે.

ALSO READ

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!