GSTV
ટોપ સ્ટોરી

ગરબા ખેલૈયાઓને મોટો ઝટકો / શું આ વર્ષે પણ નવરાત્રિ નહીં યોજાય!, આયોજકોએ લીધો સૌથી મોટો નિર્ણય

navratri-big-news

રાજ્યમાં આ વર્ષે નવરાત્રિ યોજાશે કે નહીં તેને લઇને હાલ સૌ કોઇ અસમંજસમાં છે. એવામાં બીજી બાજુ ગુજરાતની સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતા શું નવી સરકાર નવરાત્રિને લઇને મંજૂરી આપશે કે કેમ તેને લઇને હાલ ગરબા આયોજકોમાં પણ ચર્ચા ચાલી રહી છે. ત્યારે નવરાત્રિની પૂર્વે અમદાવાદના ગરબા રસીકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.

karnavati club

રાજપથ અને કર્ણાવતીમાં નવરાત્રિનું આયોજન નહીં કરાય

આ વર્ષે પણ અમદાવાદમાં કોરોના મહામારીના કારણે રાજપથ અને કર્ણાવતીમાં નવરાત્રિનું આયોજન નહીં કરવામાં આવે. જો સરકાર છૂટ આપશે તો પણ નવરાત્રિ નહીં યોજવામાં આવે.

માત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન નડી

કોરોના મહામારીને લઈને આયોજકો દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગરબાના ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. આ વખતે પણ ક્લબોમાં નવરાત્રિ નહીં યોજવામાં આવે. માત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન નડી. મોટા ભાગની ક્લબોમાં આ વર્ષે પણ નવરાત્રિ યોજવામાં નહીં આવે.

રૂપાણી સરકાર વખતે DJ-મ્યુઝિક બેન્ડ અને ગાયકોના હિતમાં લેવાયો હતો સૌથી મોટો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, રૂપાણી સરકાર વખતે નવરાત્રિ પહેલાં ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યાં હતાં. જે-તે સમયે રૂપાણી સરકારે ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકોને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી દીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાને બેઠકમાં ગૃહ વિભાગને આ મુદ્દે નોટિફિકેશન કરવાની સૂચના આપી હતી.

DJ

મહત્વનું છે કે, કોરોનાના કારણે ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવતા આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોની હાલત કફોડી બની ગઇ હતી. પરંતુ હવે સરકારે છૂટ આપતા તેઓ અંદાજે બે વર્ષ બાદ કાર્યક્રમો યોજી શકશે.

READ ALSO :

Related posts

BIG BREAKING: કોંગ્રેસના સ્વર્ગસ્થ ધારાસભ્ય અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા ભાજપમાં જોડાશે, કેસરીયો ધારણ કરશે

pratikshah

અતિ મહત્વનું! સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી GST કાઉન્સિલની મહત્તા થઈ જશે ખતમ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં ડખા થશે

pratikshah

BIG NEWS: ભ્રષ્ટાચારના કેસમાં IAS અધિકારી કે. રાજેશ સામે CBIની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

pratikshah
GSTV