GSTV

અહીં રોકાણ કરીને મેળવો 9 લાખ કેશ અને દર મહિને 9000 રૂપિયા પેન્શન, ઘણી કામની છે આ સરકારી સ્કીમ

રોકાણ

Last Updated on October 9, 2020 by Bansari

રાષ્ટ્રીય પેન્શન યોજના સરકાર અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે રોકાણ યોજના છે. અગાઉ, ફક્ત સરકારી કર્મચારીઓ જ આ યોજનામાં રોકાણ કરી શકતા હતા. વર્ષ 2009માં તે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની સરકારે તમામ લોકો માટે ખોલી મૂકી દીધી હતી. નોકરીના સમયગાળા દરમિયાન રોકાણ કર્યા પછી 60 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી રકમ પરત મળે છે. NPSમાં થાપણો પર ટેક્સમાં છૂટ મળે છે. એકાઉન્ટ તમારા નામ પર અથવા તમારી પત્નીના નામે ખોલી શકો છો.

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ PFRDAએ હાલના વિકલ્પો ઉપરાંત ગ્રાહકોની સુવિધા માટે વિડિઓ-આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયાના ઉપયોગની મંજૂરી આપી છે. વિડિઓ કેવાયસી સુવિધા આપી રહી છે. વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) દ્વારા એપીએસ એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપી છે. ઉપરાંત બિન-ઇન્ટરનેટ બેંકિંગ ડિજિટલ મોડ દ્વારા પીઓપી દ્વારા એનપીએસ પેપર લેસ ખાતા ખોલવામાં આવશે.

NPS હેઠળ, ટાયર -1 અને ટાયર -2 બે પ્રકારના ખાતા ખોલવામાં આવે છે. ટાયર -1 એ નિવૃત્તિ ખાતું છે, જ્યારે ટાયર -2 એ સ્વૈચ્છિક ખાતું છે. ટાયર -1 ખાતું ખોલ્યા પછી જ, ટિયર -2 ખાતું 1000 રૂપિયામાં ખોલી શકાશે. 65 વર્ષની વય સુધી ચલાવી શકો છો. NPS રોકાણ પર 40 ટકા વાર્ષિકી ખરીદવી જરૂરી છે. જ્યારે 60 વર્ષ પછી 60 ટકા રકમ પરત ખેંચી શકાશે. જો ન્યૂનતમ વાર્ષિક રોકાણ ન કરવામાં આવે તો એકાઉન્ટ સ્થિર અને નિષ્ક્રિય કરવામાં આવે છે.

જો તમે 30 વર્ષના છો અને તમે દર મહિને કોઈ એનપીએસ ખાતામાં 5000 રૂપિયા રોકાણ કરો છો, અને 30 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખો છો. એટલે કે, 60 વર્ષની વય સુધી. તે રોકાણ પર 10% વળતર સાથે 60 વર્ષની ઉંમરે, તમારા એકાઉન્ટમાં તમારી પાસે રૂ. 1.12 કરોડ હશે. 60 વર્ષની વયે પહોંચ્યા પછી, 45 લાખ રૂપિયાની રકમ મળી જશે. દર મહિને 45,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. 30 વર્ષમાં કુલ 18 લાખ રૂપિયાનું રોકાણ કરશે. આમાં, 10 ટકા વાર્ષિક વળતરનો અંદાજ લગાવવામાં આવ્યો છે, વ્યાજના દર ઉપર અને નીચે થઈ શકે છે. રૂ. 1.5 લાખ ઉપરાંત 50,000 રૂપિયાનો ટેક્સ બેનિફિટ ટેક્સ મળે છે. NPSમાં રોકાણ કરીને તમે 2 લાખ રૂપિયાની આવકવેરામાં છૂટ મેળવી શકો છો.

Read Also

Related posts

સુવિધા/ કોઈ પણ બિમારીની સલાહ માટે ડોક્ટરને ત્યાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી, હવે વોટ્સએપ પર મળશે ડોક્ટર

Pravin Makwana

ATMથી કેશ ઉપાડવું થશે મોંઘુ, હવે લિમિટથી વધુ પૈસા કાઢવા પર લાગશે આટલો ચાર્જ

Damini Patel

હદ છે યાર/ લખનઉમાં ચોર ટોળકીએ ખતરનાક પ્લાન બનાવી વિમાનના ટાયર ચોરી લીધા, પોલીસને જાણ થતાં હોબાળો મચી ગયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!