GSTV

મહત્વના સમાચાર: ચાર મહાનગરોમાં આ તારીખથી રાત્રી કર્ફયુ દૂર થવાની શક્યતા, સરકાર કરી શકે છે જાહેરાત

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધે નહીં તે હેતું સર રાત્રી કર્ફયુ લાદવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ સમયાંતરે રાત્રી કર્ફયુમાં છૂટછાટ પણ આપવામાં આવી છે. રાજ્યમાંથી 1લી ફેબ્રુઆરીથી ચાર મહાનગરોમાં રાત્રી કર્ફયુ દૂર થવાની શકયતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અસર દેખાય તેવી શક્યતા છે. જો રાત્રી કર્ફ્યુ નહી હટાવાય તો કર્ફ્યુમાં છુટછાટ અપાઈ શકે છે.

1લી ફેબ્રુઆરીથી ચાર મહાનગરોમાં રાત્રી કર્ફયુ દૂર થવાની શકયતા

જો રાત્રી કર્ફ્યુ નહી હટાવાય તો કર્ફ્યુમાં છુટછાટ અપાઈ શકે

ઉલ્લેખનીય છે કે માસ્ક નહી પહેરવા બદલ વસૂલાતા દંડની રકમમાં પણ ઘટાડો કરવા ભલામણ કરાયાની ચર્ચા પણ કરવામાં આવી છે. જેમાં સનદી અધિકારીઓ દ્વારા સરકારને ભલામણ કરાઈ હોવાની ચર્ચા છે. દંડની રકમ રૂપિયા એક હજાર હોવાથી ચૂંટણી દરમિયાન વિપરીત અસર થવાની સંભાવનાનો રિપોર્ટ સરકારને મળ્યો છે..જેથી માસ્કના દંડની રકમમાં પણ ઘટાડો કરાય તેવી શક્યતા છે.

Related posts

ઓહ નો / એન્ટાર્કટિકામાં મુંબઈ શહેર કરતાં 2 ગણો મોટો આઈસબર્ગ છુટો પડ્યો, વૈજ્ઞાનિકોને પણ વધી ગયું ટેન્શન

pratik shah

મોદી સરકાર આવી ઝડપ રાખે તો દેશભરમાં એક રોડ ના હોય ઉબડખાબડ, 24 કલાકમાં એટલો બનાવ્યો કે બની ગયો વિશ્વ રેકોર્ડ

Bansari

શાહનો હુંકાર,જનસભાને સંબોધતા દાવો કર્યો કે પુડુચેરીમાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકાર બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!