GSTV

આને કહેવાય તૈયારી/ ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડમાં માત્ર એક કેસ મળતાં દેશમાં લાગ્યું 3 દિવસનું લોકડાઉન, કોરોના ફ્રી હતો દેશ

Last Updated on August 17, 2021 by pratik shah

સમગ્ર વિશ્વમાં હજુ પણ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. ઘણા દેશોમાં તો ખતરનાક ડેલ્ટાવેરિએન્ટે પણ તબાહી મચાવી છે. ત્યારે આ વચ્ચે ન્યૂઝીલેન્ડ઼માંથી સૌથી મોટા અહેવાલ આવ્યા છે. જેમાંન્યુઝિલેન્ડમાં કોરોનાનો એક સામે આવવાથી સરકારે ખતરો ટાળવા ત્રણ દિવસનું સખ્ત લોકડાઉન જાહેર કર્યું છે. આ શંકાસ્પદ કેસ ડેલ્ટા વેરીએન્ટ હોય તેવું પ્રાથમિક તારણ આવ્યું છે, જેથી કરીને આ વાયરસ વધુના ફેલાય તે માટે ન્યૂઝીલેન્ડની પ્રધાન મંત્રી જેસિંડા અર્ડેને લોકડાઉનની જાહેરાત કરી છે.

ઓકલેન્ડમાં સાત દિવસ અને અન્ય શહેરોમાં ત્રણ દિવસનું લોકડાઉન

પીએમે જણાવ્યું કે છેલ્લા 6 મહિનામાં કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ કોઈ ચાન્સ લેવા માંગતા નથી.માહિતી અનુસાર, કોવિડ -19 નો આ નવો કેસ ઓકલેન્ડમાં સામે આવ્યો છે. આ પછી, વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને ઓકલેન્ડમાં સાત દિવસ અને અન્ય શહેરોમાં ત્રણ દિવસનું લોકડાઉન જાહેર કર્યું.

“અમે જોયું છે કે જો આપણે તેની ટોચ પર પહોંચવામાં નિષ્ફળ જઈએ તો બીજી જગ્યાએ શું થઈ શકે છે. અમને ફક્ત એક તક મળે છે,” આર્ડર્ને ટેલિવિઝન દ્વારા દેશને સંબોધતા જણાવ્યું કે ન્યૂઝીલેન્ડના નેતાએ ઓસ્ટ્રેલિયાના સંઘર્ષો વિશે ટાંકીને જણાવ્યું હતું. જેમાં તેમના માટે અત્યંત પારગમ્ય ડેલ્ટા વેરિએન્ટનો સમાવેશ થાય છે. આ કિસ્સામાં જે કેસ સામે આવ્યો છે તે શખ્સ ઓકલેન્ડનો રહેવાસી છે. આ ઓકલેન્ડના 58 વર્ષીય માણસમાં શંકાસ્પદ વાયરસ મળી આવ્યો હતો.

ન્યુઝિલેન્ડમાં કોરોનાથી માત્ર 26 લોકોના નિપજ્યા મોત

ન્યુઝિલેન્ડની કોરોનાવાયરસની મહામારીને લઈને સરકારે જે સખ્ત અને આકરું વલણ દાખવ્યું હતું તેના કારણે વાયરસ વધુ પ્રમાણમાં ફેલાયો નહોતો અને ઘણા લોકોના જીવ પણ બચ્યા હતા. આ સખ્તાઈનું જ કારણ એ છે કે દેશના નાગરીક કોઈપણ પ્રતિબંધ વગર ક્યાંય આવ-જા કરી શકતા નથી. જો કે આંતરરાષ્ટ્રીય સીમાઓને મોટા સ્તર પર બંધ કરીને રાખવામાં આવ્યા છે, અત્યાર સુધી ન્યુઝિલેન્ડમાં 2500 લોકોની કોરોનાથી સંક્રમિત થયા હોવાની પુષ્ટી થઈ છે, અને 26 લોકોના આ વાયરસથી મોત થયા છે.

READ ALSO

Related posts

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta

ઓમિક્રોન વેરિયન્ટનો કહેર, દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં કેસ વધીને બમણા થયા : વેક્સિનેશન પણ વધારાયુ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!