GSTV

સૌથી મોટા સમાચાર/ મોદી સરકાર આ બાળકો 23 વર્ષના થશે ત્યારે આપશે 10 લાખ રૂપિયા, 5 લાખનો ઉતરાવશે વીમો

Last Updated on August 5, 2021 by pratik shah

કોરોના વાઈરસ મહામારીના કારણે સમગ્ર દેશમાં કેટલાય બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. એવા અનાથ થયેલા બાળકોને લઈને હવે કેન્દ્ર સરકારે મોટા પગલાં ઉઠાવ્યા છે. આ બાળકોની મદદ માટે મોદી સરકારે મોટું એલાન કર્યું છે. કોરોના સંક્રમણના કારણે અનાથ થયેલા બાળકોને કેન્દ્ર સરકાર પાંચ લાખ રૂપિયાનો મફત સ્વાસ્થ્ય વીમો આપશે. ખાસ વાત એ છે કે આ વીમાનું પ્રીમિયમ પીએમ કેર્સ ફંડમાંથી ભરવામાં આવશે.

કોવિડથી પ્રભાવિત બાળકોની સારસંભાળ હેતુ ઉઠાવવામાં આવેલા પગલા હેઠળ 18 વર્ષ સુધીના બાળકોને આયુષ્માન ભારત અંતર્ગત 5 લાખ રૂપિયાનો મફત સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે અને આના પ્રીમિયમની ચૂકવણી પીએમ કેર્સ દ્વારા કરવામાં આવશે.

વયસ્ક થવા સુધી મળશે ફાયદો

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોવિડ 19ના કારણે અનાથ થયેલા બાળકોને 18 વર્ષની ઉંમર સુધી આયુષ્માન ભારત યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીનો ફ્રી હેલ્થ ઈન્શ્યોરન્સ આપવામાં આવશે.

23ની ઉંમરમાં મળશે 10 લાખ રૂપિયા

ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાને લઈને અનુરાગ ઠાકુરે સરકારી વેબસાઈટની લિંક સાથે ટ્વીટર પર યોજનાની માહિતી પોસ્ટ કરી છે. આ ટ્વીટમાં તેમણે એક તસવીર પણ પોસ્ટ કરી છે, આ તસવીરમાં લખ્યું છે, 18 વર્ષ સુધીના બાળકો જે કોરોના સંક્રમણથી પોતાના માતા-પિતાને ગુમાવી ચૂક્યા છે. તેમને દર મહિને રાહત આપવામાં આવશે.

મોદી

મે 2021માં પીએમ મોદીએ શરૂ કરી યોજના

કોરોના સંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે મે મહિનામાં બાળકો માટે પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન યોજનાની શરૂઆત કરી હતી.

આ યોજનાનો હેતુ


આ યોજનાનો હેતુ બાળકોની મદદ કરવાનો છે. 11 માર્ચ 2020 બાદ મહામારીમાં પોતાના માતા-પિતાને અથવા કાનૂની માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોની દેખભાળ કરવાનો આ યોજનાનો ઉદ્ધેશ્ય છે.

READ ALSO

Related posts

દંગલ: કંગના રનૌત Vs જાવેદ અખ્તર: બદનક્ષીના કેસમાં આવ્યો ટ્વિસ્ટ, કંગનાએ કર્યો કાઉન્ટર કેસ, કોર્ટમાં થઈ હાજર

pratik shah

Uttarakhand Cloud Burst / વાદળ ફાટતા ચમોલીમાં ભારે તબાહી, ભૂસ્ખલનથી ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બંધ

Dhruv Brahmbhatt

Vodafone-Ideaના ધાંધિયા: આટલા કલાક બંધ રહેશે ઇન્ટરનેટ, લાખો યુઝર્સને આવી રહી છે આ સમસ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!