GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ કોરોનાની બીજી લહેરની ચેન તોડવા મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવાયું, આ તારીખ સુધી માત્ર મળશે આ છૂટછાટ

કોરોના

Last Updated on May 12, 2021 by pratik shah

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરની ચેન તોડવા માટે 31મી મે સુધી લોકડાઉન લંબાવાયુ છે. જોકે, જીવનજરૂરી ચીઝવસ્તુની દુકાન ખુલી રાખવાની છૂટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં 10મી મે સુધી કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો. જે બાદ ફરીવાર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ સાથે મૃત્યુદરમાં પણ વધારો થયો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 88.01 ટકા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5 લાખથી વધુ છે. તો બીજી તરફ કોરોનાની રસી માટે રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ફરીવાર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર આવતાં દરદીની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો. આ કારણસર મહારાષ્ટ્રમાં સરકારે મૂકેલા લોકડાઉનના પગલે કોરોનાની સંખ્યા નિયંત્રણમાં આવી રહી છે. અને રિકવરી થવાનું પ્રમાણ ૮૭.૬૮ થયું છે. મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૦,૯૫૬ કેસ નોંધાયા અને ૭૧૯૬૬ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે કોરોનાથી ૭૯૩ દરદીએ પ્રાણ ગુમાવ્યા હતા અને રાજ્યમાં આજ દિન પાંચ લાખ ૫૮ હજાર ૯૯૬ કોરોનાના એક્ટિવ કેસ છે. જેઓ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

કોરોના

પાંચ લાખ ૫૮ હજાર ૯૯૬ કોરોનાના એક્ટિવ કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં વધારો થઈને સંખ્યા ૫૧,૭૯,૯૨૯ થઈ છે. જ્યારે મરણાંકની સંખ્યા ૭૭,૧૯૧ થઈ છે અને રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના ૪૫,૪૧,૩૯૧ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે કે રિકવરીનું પ્રમાણ વધીને ૮૭.૬૭ ટકા થયું હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું. રાજ્યમાં આજે કોરોનાના ૩૫,૯૧,૭૮૩ દરદી હોમ ક્વોરન્ટીન થયા છે અને ૨૯,૫૫૫ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યામાં એકદમ ઘટાડો

મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યામાં એકદમ ઘટાડો થયો છે. આજે ૨૪ કલાક શહેરમાં કોરોનાના નવા ૧,૭૧૭ કેસ નોંધાયા છે અને ૫૧ દરદીએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે કોરોનાના ૬૦૮૨ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયા હતા. આથી મુંબઈમાં કોરોનાથી રિકવરી થવાનું પ્રમાણ વધીને ૯૨ ટકા થયું છે. અને મુંબઈમાં અત્યારે ૪૧ હજાર ૧૦૨ કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈમાં આજે ૨૮,૨૫૮ દરદીના કોવિડ ટેસ્ટ કરાયા હતા. એમાંથી ૧૭૧૭ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૭૯૯૮૬ થઈ છે અને ૬૨૩૦૮૦ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. તેમ જ મરણાંકની સંખ્યા વધીને ૧૩,૯૪૨ થઈ છે. જે બાદ ફરિવાર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ સાથે મૃત્યુદરમાં પણ વધારો થયો છે.

રાજ્યમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 88.01 ટકા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5 લાખથી વધુ છે. તો બીજી તરફ કોરોનાની રસી માટે રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!