GSTV

BIG BREAKING: હવે કર્ણાટકની મેડિકલ કોલેજમાં ફૂટ્યો કોરોના બોમ્બ, 66 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા બે હોસ્ટેલ સીલ

students

Last Updated on November 25, 2021 by pratik shah

દેશમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, આ વચ્ચે કર્ણાટકની SDM મેડિકલ કોલેજમાં 66 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા ફફડાટ ફેલાયો છે. ઘણા વિદ્યાર્થીઓ કોરોનાનો ભોગ બન્યા હોવાથી વહીવટીતંત્ર ચિંતિત છે. પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરીને કોલેજ બિલ્ડિંગની બે હોસ્ટેલને સીલ કરી દીધી છે. આ કોલેજમાં કુલ 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

કોરોના

મળતી માહિતી મુજબ કેટલાક વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ હોવાનું જાણવા મળતા જ મેડિકલ કોલેજ દ્વારા તમામનો કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 300 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી છે અને તેમાંથી 66 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. આ પહેલા પણ અનેક શાળા-કોલેજોમાં કોરોના બોમ્બ ફૂટ્યા છે.

કોરોના

તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરની એક શાળામાં 11 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તેલંગાણામાં પણ એક શાળામાં 28 વિદ્યાર્થીનીઓ કોરોનાનો શિકાર બની હતી. અન્ય ઘણા રાજ્યોની શાળાઓમાંથી પણ આવા જ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ઓડિશામાં પણ બાળકોમાં કોરોનાનો ફેલાવો ઝડપથી થતો જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!