GSTV

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

Last Updated on July 26, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે આ વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં હાલ ગુજરાતમાં કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટ જોવા મળ્યા છે..જે મામલે રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ વધુમાં જણાવ્યું કે, ડેલ્ટા વાયરસ જરૂર ગુજરાતમાં મળ્યો છે આ અંગે તકેદારી રાખવામાં આવી છે.

કોરોના

કપ્પા વેરિયન્ટ હાલ આઇસીએમઆર માટે પણ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ

બીજી તરફ કપ્પા વેરિયન્ટ હાલ આઇસીએમઆર માટે પણ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. કપ્પા વેરિયન્ટ હાલ સુધી ઘાતક હોવાનું સાબિત થયું નથી. તેમ છતા પણ આ વેરિયન્ટ જ્યાંથી મળી આવ્યો હોય ત્યાં કોન્ટેક્ટ ટ્રેસિંગ સજ્જડ રીતે કરવામાં આવી રહ્યું છે. આ સાથે અધિક મુખ્ય સચિવે લોકોને કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવા ,માસ્ક પહેરવા, હેન્ડ વોશ કરવા અને સોસોશિયલ ડિસ્ટન જાળવવા અપીલ કરી છે.

કોરોના

ગુજરાતમાં છેલ્લા દોઢ કરતાં વધુ સમયથી કોરોનાના કેસ નિયંત્રણમાં

ગુજરાતમાં છેલ્લા દોઢ કરતાં વધુ સમયથી કોરોનાના કેસ નિયંત્રણમાં છે. એપ્રિલ-મે દરમિયાન અમદાવાદની હોસ્પિટલોમાં દાખલ થવા માટે હોસ્પિટલોમાં કલાકો સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે એ સ્થિતિ છે કે અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કુલ ૫૭૯૯ બેડમાંથી માત્ર ૧ જ દર્દી સારવાર હેઠળ છે. જોકે, ડોક્ટરોના મતે કોરોના કેસ હાલમાં ભલે ઘટી રહ્યા હોય પરંતુ કોરોના વાયરસ હજુ આપણી વચ્ચેથી ગયો નથી. જેના કારણે ઓછા કેસથી વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જવાની લોકોની બેદરકારી ત્રીજી લહેરને ઝડપથી આમંત્રણ આપી શકે છે.

ગુજરાતમાં હાલ ૪૦૦થી પણ ઓછા એક્ટિવ કેસ છે અને તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસનો આંક ૯૦થી પણ નીચે છે. શનિવારની સ્થિતિએ અમદાવાદમાં કોરોનાના માત્ર ૮૫ એક્ટિવ કેસ છે. કોરોનાના ઘટતા કેસથી હવે હોસ્પિટલમાં દાખલ દર્દીનું પ્રમાણ છેલ્લા એક મહિનાની સરખામણીએ સંપૂર્ણ ઘટી ગયું છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ એસોસિયેશન દ્વારા જારી અહેવાલ પ્રમાણે ૨૦ જુલાઇએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો એકપણ દર્દી સારવાર હેઠળ નહોતો. કોરોનાએ પગપેસારો કર્યો બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો એકપણ દર્દી સારવાર હેઠળ ન હોય તેવું પ્રથમવાર બન્યું હતું.હાલ એકમાત્ર દર્દી નારણપુરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે કુલ ૫૭૯૯ બેડ્સ

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે કુલ ૫૭૯૯ બેડ્સ છે. જેમાં આઇસોલેશનમાં ૨૭૮૭, એચડીયુમાં ૨૦૮૫, આઇસીયુ વેન્ટિલેટર વિનામાં ૬૫૧, આઇસીયુ વેન્ટિલેટર સાથેમાં ૨૭૫ બેડ્સનો સમાવેશ થાય છે. બીજી તરફ ૨૫ જુલાઇની સ્થિતિએ સિવિલ મેડિસિટીમાં ૧૨૦૦ બેડ્સમાંથી કોરોનાના માત્ર ૧૫ દર્દી સારવાર હેઠળ છે. બીજી તરફ એસવીપી હોસ્પિટલમાં ૩૨૩માંથી માત્ર ૫૭ દર્દી સારવાર લઇ રહ્યા છે જ્યારે એલજી હોસ્પિટલમાં એકપણ દર્દી નથી.

HIV

બરાબર એક ૨૦ દિવસ અગાઉની વાત કરવામાં આવે તો અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ૭, એસવીપીમાં ૫૫, સિવિલ મેડિસિટીમાં ૩૦ દર્દી સારવાર હેઠળ હતા. કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદમાં પ્રતિ દિવસે મેડિકલ ઓક્સિજનની ખપત ૨૮૦ ટન થઇ ગઇ હતી અને તે હવે ઘટીને ૧૦૦ ટન થઇ ગઇ છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!