GSTV
Cricket Sports ટોપ સ્ટોરી

મોટા સમાચાર / IPLની ફાઈનલ મેચ મોદી સ્ટેડિયમમાં રમાશે, 100 ટકા એન્ટ્રી, વુમેન્સ લીગ આ શહેરમાં રમાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2022 લગભગ અડધી પૂરી થઈ ગઈ છે. ત્યારે આજે પ્લેઓફ- ફાઈનલ મેચોને લઈને મહત્વની જાહેરાત કરી છે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ શનિવારે બેઠક બાદ માહિતી આપી છે કે પ્લેઓફની મેચો કોલકાતા અને અમદાવાદમાં યોજાશે, જે દરમિયાન દર્શકોની સંખ્યા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

IPL

IPL 2022ની પ્રથમ પ્લેઓફ (24 મે) અને એલિમિનેટર (26 મે) કોલકાતાના ઈડન ગાર્ડન ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જ્યારે બીજી પ્લેઓફ (27 મે) અને અંતિમ (29 મે) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

એટલું જ નહીં, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ વર્ષની મહિલા T20 ચેલેન્જર્સની તારીખો પણ જાહેર કરી દીધી છે. 24 થી 28 મેની વચ્ચે લખનૌના સ્ટેડિયમમાં ત્રણ ટીમો વચ્ચે તમામ મેચો રમાશે.

નોંધનીય છે કે, લાંબા સમય પછી એવું થશે કે IPL મેચોમાં સ્ટેડિયમમાં 100 ટકા દર્શકો હાજર હશે. કોરોનાને કારણે, આ IPLને શરૂઆતમાં 25 ટકા પ્રેક્ષકો સાથે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ બીજા તબક્કામાં તે ઘટાડીને 50 ટકા કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

વાહ સૂર્યા વાહ! તાવમાં તપી રહ્યો હતો, પેટમાં પણ હતો દુખાવો, છતાં મેદાન પર કરી બતાવી કમાલ!

Hemal Vegda

ખેડૂત આંદોલનની આગ હવે ગામડાઓ સુધી પ્રસરી: ખેડૂતોના બહિષ્કારથી ભાજપની કિસાન પંચાયતોમાં ઉડતા કાગડા

Hemal Vegda

કેજરીવાલના કાર્યક્રમોમાં ભાજપના કાર્યકરો, આપની શહેરમાં વધતી પક્કડ ભાજપ માટે નુક્સાનકારક

GSTV Web Desk
GSTV