ગુજરાત હાઈકોર્ટમાં ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આંકડા શાસ્ત્રના વિષયમાં ધોરણ-10ના ગણિતના માર્કસ ધ્યાને લેવા માટે હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે GSEB બોર્ડને સોમવારે જવાબ રજૂ કરવા કર્યો આદેશ આપવામાં આવ્યો છે, ગુજરાત હાઈકોર્ટમાં અરજદારની અરજીમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આંકડા શાસ્ત્રના વિષયમાં ધોરણ10નું ગણિત ધ્યાન પર જો નહીં લેવામાં આવે તો મોટા ભાગના વિદ્યાર્થીઓના માર્કસ અને ટકાવારી સંપૂર્ણ રીતે ઘટી જશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.

જે ખોટી રીતે માર્ક્સ ગણાશે તો વિદ્યાર્થીઓને ટકાવારીમાં 8 થી 10 ટાકાનું નુકસાન થાય એમ છે.અરજદારે અરજીમાં લખ્યું છે કે કોમર્સમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર વિષયએ ગાણિતીક વિષય છે, સાથે સાથે ધોરણ-10નું ગણિત તેનો પાયો છે. બીજી તરફ GSEBએ કરેલા અર્થઘટન મુજબ જે વિદ્યાર્થીઓએન ગણિતના ફાવતું હોય તે જ કોર્મસમાં જાય તે વિદ્યાર્થીઓ માટે અન્યાય કર્તા છે.

સીબીએસઈ બાદા ગુજરાત શિક્ષણ બોર્ડે પણ સરકારની મંજૂરી બાદ ધો.૧૦માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે પ્રકારના પેપરો લાગુ કરી દીધા છે. જે સાથે હવે આગમી માર્ચ ૨૦૨૨ની બોર્ડ પરીક્ષામાં જુદા જુદા બે પેપરોની પરીક્ષા લેવાશે જો કે ગણિતનું પાઠય પુસ્તક અને સ્કૂલોમાં ભણાવવાની પદ્ધતિ એક જ રહેશે.
- ગુજરાત હાઈકોર્ટમાં ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10 ના ગણિતના માર્કસ ધ્યાને લેવા માટે હાઇકોર્ટમાં કરાઈ પીટીશન..
- ગુજરાત હાઈકોર્ટે GSEB બોર્ડને સોમવારે જવાબ રજૂ કરવા કર્યો આદેશ..
- ગુજરાત હાઇકોર્ટે માં અરજદારની અરજીમાં રજુઆત..
- ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10 નું ગણિત ધ્યાન પર ના લેતા મોટા ભાગના વિધાર્થીઓના માર્કસ અને ટકાવારી ઘટી જશે એવો દાવો..
- કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્ર વિષય એ ગાણિતીક વિષય છે અને ધોરણ 10 નું ગણિત તેનો પાયો છે..
- GSEB એ કરેલા અર્થઘટન મુજબ ગણિત ના ફાવતુ હોય એ જ કોમર્સમાં જાય છે- અરજદાર
- વિધાર્થીઓ માટે અન્યાય કરતા છે.. – અરજદાર
- ખોટી રીતે માર્ક્સ ગણાશે તો વિદ્યાર્થીઓને ટકાવારીમાં 8 થી 10 ટાકાનું નુકસાન થાય એમ છે.

સીબીએસઈ દ્વારા ધો.૧૦માં બે વર્ષ પહેલા સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત એમ બે વિકલ્પ લાગુ કરી દેવામા આવ્યા છે.સીબીએસઈ બાદ ગુજરાત સરકારે પણ આ પદ્ધતિનો અમલ શરૃ કરવા માટે એક એક્સપર્ટ કમિટી રચી હતી અને આ મુદ્દે બોર્ડની શિક્ષણ સમિતિની બેઠકોમાં પણ ચર્ચા કરવામા આવી હતી.કમિટી અને બોર્ડના સભ્યોનોની ભલામણોને પગલે સરકારે હવે ગુજરાત બોર્ડમાં પણ ધો.૧૦માં ગણિતના બે પેપરોની પદ્ધતિ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.જો કે હંમેશની જેમ આ બાબતમાં પણ સરકારે સ્કૂલો શરૃ થયાના દોઢ મહિના બાદ નિર્ણય લઈને હવે જાહેરાત કરી છે. આ જ નિર્ણય સ્કૂલો શરૃ થયા પહેલા જાહેર કરવાની જરૃર હતી. પરંતુ બોર્ડના પરિપત્ર મુજબ બે ગણિતની પદ્ધતિમાં પાઠય પુસ્તક એક જ રહેશે અને સ્કૂલોમાં શિક્ષકોએ ભણાવવાની પદ્ધતિમાં કોઈ ફેર નહી પડે. જેથી વિદ્યાર્થીઓને નુકશાન નહી થાય અને સ્ટાન્ડર્ડ ગણિત તેમજ બેઝિક ગણિતમાંથી વિદ્યાર્થીએ વિકલ્પની પસંદગી બોર્ડ પરીક્ષાના ફોર્મમાં કરવાની રહેશે.

બોર્ડ પરીક્ષાના ફોર્મમાં બંને પેપરના વિકલ્પ અપાશે. ઉપરાંત બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્ર પરિરૃપ અલગ અલગ રહેશે.બંને પ્રકારના પરિરૃપમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ અલગ રાખવામા આવશે.જે વિદ્યાર્થી ધો.૧૦માં ગણિત સ્ટાન્ડર્ડ રાખશે તે વિદ્યાર્થી ધો.૧૧ સાયન્સમાં અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. જ્યારે બેઝિક ગણિત રાખશે તે સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે નહી પરંતુ સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે કે નહી તેનો ઠરાવમા ઉલ્લેખ કરાયો નથી. ધો.૧૦માં ગણિત સ્ટાન્ડર્ડમાં નાપાસ થનાર વિદ્યાર્થી પુરક પરીક્ષાના નિયમોને આધિન ફરીથી ગણિત સ્ટાન્ડર્ડ અથવા ગણિત બેઝિક વિકલ્પ પસંદ કરી પુરક પરીક્ષા આપી શકશે.
ધો.૧૦માં ગણિત બેઝિકમા પાસ થનાર વિદ્યાર્થી જો ધો.૧૧માં વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ સ્ટ્રીમમાં જવા માંગે તો તેણે જુલાઈ માસની પુરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરવાની રહેશે અને જેના આધારે તે ધો.૧૧ સાયન્સમાં જઈ શકશે.સ્કૂલોને આ બંને પ્રકારના ગણિત અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને પુરેપુરી સમજ આપવા પણ આદેશ કરવામા આવ્યો છે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી