GSTV
Gujarat Government Advertisement

મહત્વનું/ હાઈકોર્ટની ફટકાર બાદ મોડે મોડે રૂપાણી સરકાર જાગી, RT-PCR રિપોર્ટ વગર પણ દર્દીઓ થશે દાખલ

કોરોના

Last Updated on May 6, 2021 by pratik shah

ગુજરાતમાં ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો છે. હોસ્પિટલોમાં એડમિટ થવા અને મેડિકલ માટે લોકો ફાંફા મારી રહ્યા છે. બીજીતરફ રાજ્યની પરિસ્થિતિ અંગે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે દર્દીને RT-PCR રિપોર્ટ વગર પણ દાખલ કરવાની સાથે સાથે જરૂરી સારવાર પણ આપવામાં આવશે.

જરૂરી સારવાર પણ આપવામાં આવશે

બીજી તરફ મહામારીના લક્ષણો ધરાવતા દર્દીને પણ દાખલ કરવા પડશે. હવે RT-PCR રિપોર્ટ વગર પણ દર્દીઓ દાખલ થશે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12 હજાર 545 કેસ નોંધાયા છે…તો છેલ્લા 24 કલાકમાં કુલ 123 લોકોના મોત થયા છે..જેમાં અમદાવાદમાં 17…સુરત અને વડોદરામાં 13-13 જ્યારે રાજકોટમાં 15 લોકોના મોત થયા છે.

તો સમગ્ર ગુજરાતમાં આજદિન સુધીમાં કુલ 8035 લોકો મોતના મુખમાં ધકેલાઇ ગયા છે. તો 786 લોકોની હાલત ગંભીર હોવાથી હાલમાં તેમની વેન્ટીલેટર પર સારવાર કરવામાં આવી રહી છે. તો રાજ્યમાં હાલમાં કુલ 1 લાખ 47 હજાર 525 લોકોની કોરોનાની સારવાર ચાલી રહી છે…તો સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 21 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે દર્દીઓને સારવાર આપવા મુદ્દે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે અંતર્ગત દર્દીએ હવે હોસ્પિટલમાં એડમિટ થવા માટે આરટીપીસીઆર ટેસ્ટની જરૂર નહીં રહે. દર્દીમાં જો કોરોનાના લક્ષણો જણાય તો તેમને દાખલ કરી સારવાર આપવાની રહેશે. દર્દીઓ 108 એમ્બ્યુલન્સ કે પછી અન્ય કોઇ પણ ખાનગી વાહનમાં આવે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવાના રહેશે..

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!