GSTV

BIG NEWS: રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયમર્યાદા તા.૩૧ જુલાઇ સુધી લંબાઈ, વોટર પાર્ક અને સ્વિમીંગ પૂલ 60 ટકા કેપેસિટી સાથે થશે શરૂ

અમદાવાદ

Last Updated on July 16, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ વિદ્યાર્થીઓની પરીક્ષો પણ યોજાઈ રહી છે. સંપર્ણ સાવધાની અને ગાઈડલાઈન વચ્ચે શાળાના કેટલાક વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોની પ્રર્વતમાન સ્થિતીના થઇ રહેલા સતત ઘટાડાની સમીક્ષા કરીને વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.

નાયબ મુખ્યમંત્રીની સ્થિતીમાં મળેલી આ કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કરફયુ રાત્રે ૧૦ થી સવારે ૮ સુધી અમલમાં છે.

કરફ્યુ


આ રાત્રિ કરફયુની મુદત તા.ર૦ જુલાઇ-ર૦ર૧ મંગળવારે સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તેને હવે ૩૧ જુલાઇ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે. એટલે કે આ ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયાવધિ હવે, તા.૧ ઓગસ્ટ-ર૦ર૧ સવારે ૬ કલાકે પૂરી થશે. કમિટીમાં લેવાયેલા અન્ય નિર્ણયો મુજબ રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ તા.ર૦ જુલાઇ-ર૦ર૧ થી તેની ક્ષમતાના ૬૦ ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે નિયત એસ.ઓ.પી.ને આધિન શરૂ કરી શકાશે.


આવી સંસ્થાઓના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ તા.૩૧ જુલાઇ-ર૦ર૧ સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે અન્યથા આવા વોટર પાર્કસ કે પૂલ ચાલુ રાખી શકાશે નહિ.
રાજ્યમાં પ્રાયવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે પણ તા.ર૦ જુલાઇ-ર૦ર૧થી કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો છે. તદઅનુસાર, પબ્લિક અને પ્રાયવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી બસ સેવાઓ ૧૦૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઊભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એ.સી સેવાઓ તેની ક્ષમતાના ૭પ ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે. (તમામ ડ્રાઇવર અને કંડકટરે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે)

  • રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયમર્યાદા તા.૩૧ જુલાઇ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવી
  • તા.ર૦ જુલાઇ-ર૦ર૧થી રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ ૬૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે
  • તા.ર૦ મી જુલાઇ-ર૦ર૧થી પ્રાયવેટ અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી માં ૧૦૦ ટકા પેસેન્જર અને એ.સી.માં ૭પ ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે
  • -: વોટર પાર્કસ માટે વીજ બિલમાં ફિકસ ચાર્જીસમાંથી મુક્તિ માત્ર ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ આકારવામાં આવશે :-
  • તા. ૨૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.૧ ઓગસ્ટ-ર૦ર૧ સવારના ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે
કર્ફ્યૂ


અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી એ રાજ્યમાં હોટલ, રિસોર્ટસ-રેસ્ટોરન્સ અને વોટર પાર્કસને એક વર્ષ માટે વીજ બિલમાં ફિકસ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ આકારવા અગાઉ તા.૭મી જૂને નિર્ણય કરેલો છે. આ મુજબ રાજ્યમાં વોટર પાર્કસ માટે પણ ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ જ આકારવામાં આવશે પરંતુ ફિકસ ચાર્જ લેવાશે નહિ. મુખ્યમંત્રીએ હાલજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ નિયંત્રણના અન્ય નિયમો અને ગૃહ વિભાગ દ્વારા લાગુ કરાયેલા અન્ય નિયંત્રણો તા.૩૧મી જુલાઇ-ર૦ર૧ સુધી યથાવત રાખવાની પણ સૂચનાઓ આપી હતી.

READ ALSO

Related posts

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

pratik shah

સ્વામીએ મોદી સરકારની વિરુદ્ધમાં જઈ મમતાનો સપોર્ટ કર્યો, કયો કાયદો મમતા બેનરજીને રોમ જતા રોકે છે ?

Pravin Makwana

ઝૂમ બરાબર ઝૂમ: શાળામાં દારૂ ના નશામાં ચૂર શિક્ષક નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!