GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12,545 કેસો નોંધાયા, 123 લોકોના મોત નિપજ્યા

Last Updated on May 6, 2021 by pratik shah

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12,545 કેસો નોંધાયા છે. અને 123 લોકોના મોત નિપજ્યા છે. સાથે સાથે 13,021 લોકોને રજા આપવામાં આવી છે. બીજી તરફ કુલ રસીકરણનો આંક 1,30,30,257 પર પહોંચ્યો છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં # COVID19 ના 12,545 કેસ નોંધાયા છે.
    13,021 લોકોને રજા આપવામાં આવી
    123 લોકોનાં મોત થયાં
  • કુલ કેસ: 6,45,972
  • કુલ ડિસ્ચાર્જ: 4,90,412
  • સક્રિય કેસ: 1,47,525
  • કુલ મૃત્યુ: 8,035
  • કુલ રસીકરણ: 1,30,30,257

જેમાં અમદાવાદમાં 17 સુરત અને વડોદરામાં 13-13 જ્યારે રાજકોટમાં 15 લોકોના મોત થયા છે..તો સમગ્ર ગુજરાતમાં આજદિન સુધીમાં કુલ 8035 લોકો મોતના મુખમાં ધકેલાઇ ગયા છે…તો 786 લોકોની હાલત ગંભીર હોવાથી હાલમાં તેમની વેન્ટીલેટર પર સારવાર કરવામાં આવી રહી છે. તો રાજ્યમાં હાલમાં કુલ 1 લાખ 47 હજાર 525 લોકોની કોરોનાની સારવાર ચાલી રહી છે…તો સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 21 દર્દીઓ સાજા થયા છે.

કોરોના વાઈરસની મહામારી સાથે સુરતમાં વધુ એક રોગ વકર્યો હોવાની માહીતી સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. મ્યુકરમાઈકોસીસના સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દર્દીએ કોરોનાની સારવાર લીધાના દસ દિવસ બાદ એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જેને મ્યુકરમાઈકોસીસ કહે છે. વિદેશમાં મ્યુકરમાઈકોસીસની બિમારીને લીધે 50 ટકા મૃત્યુદર હતો.

કિરણ હોસ્પિટલમાં 60 જેટલા દર્દીઓનું વેઇટિંગ છે. સારવાર લઈ રહેલા ચાલીસ જેટલા દર્દીઓ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને અન્ય રાજ્યોના છે. આ બીમારીમાં દોઢ મહિનાની સારવાર લેવી પડે છે. પ્રતિદિવસ દર્દીને 6 જેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે. પ્રત્યેક ઇન્જેક્શનની કિંમત પાંચથી સાત હજાર રૂપિયા જેટલી થાય છે. જેથી સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!