GSTV

મોટા સમાચાર/ ગુજરાતના 33 જિલ્લામાં ટોપ ક્લાસ સ્કૂલો થશે શરૂ : સરકારનો શિક્ષણ સુધારવા મોટો પ્રોજેક્ટ, વર્લ્ડ બેન્ક આપશે ગ્રાન્ટ

SCHOOL

Last Updated on July 22, 2021 by pratik shah

રાજ્યમાં શિક્ષણના સ્તરને સુધારવા માટે ગાંધીનગરમાં એક વર્કશોપનું આયોજન થયુ છે. વર્લ્ડ બેન્ક એક્સલન્શ ઓફ સ્કૂલ માટે તમામ જિલ્લામાં બે સ્કૂલ તૈયાર કરવા માટે ગ્રાન્ટ આપશે. 300થી વધુ સંખ્યા ધરાવતી સ્કૂલને પ્રાધાન્ય આપવામાં આવશે. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ અધક્ષતામાં જીસીઇઆરટીસી ખાતે બેઠક શરૂ છે.

સ્કૂલો
  • વર્લ્ડ બેન્ક એક્સલન્સ આેફ સ્કૂલ માટે આપશે ગ્રાન્ટ
  • તમામ જિલ્લામાં બે સ્કૂલ તૈયાર કરવા માટે ગ્રાન્ટ મળશે
  • ગાંધીનગરમાં શિક્ષણના સ્તરની ગુણવત્તા સુધારવા માટે વર્કશોપનું આયોજન

જેમાં અમદાવાદ, ખેડા, આનંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગરન, બોટાદ, પોરબંદર, રાજકોટ, જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારી બેઠકમાં હાજર રહ્યા છે. સ્કૂલનો એજ્યુકેશન રેટ અને મકાનને ધ્યાનમાં રાખવામાં આવશે..ગ્રાન્ટ મેળવનારી શાળાઓમાં માત્ર પંચાયત અને કોર્પોરેશન હસ્તકની સ્કૂલનો સમાવેશ થશે.

ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠકમાં વિલંબ થયો છે. સીએમ રૂપાણીને દ્વારકાથી આવતા વિલંબ થતા બેઠક તેના નિયત સમયે શરૂ નહોતી થઇ શકી. મહત્વનુ છે કે આ બેઠકમાં રાજયમાં ધોરણ બારના વર્ગો શરૂ કર્યા બાદ અન્ય ધોરણના વર્ગો શરૂ કરવા અંગે ચર્ચા થશે. આ ઉપરાંત કોરોનાની રસીકરણમાં ઝડપ માટે શુ થઇ શકે તેની પણ ચર્ચા થશે. તો રાજયમાં વરસાદની અને વાવેતરની સ્થિતી અંગે પણ ચર્ચા થશે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને પોતાની રીતે સ્કૂલો શરૃ કરી દેવા ચીમકી આપી

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને અગાઉ ગુરૃવારથી પોતાની રીતે સ્કૂલો શરૃ કરી દેવા ચીમકી આપી હતી પરંતુ આજે મંડળની મળેલી મીટિંગમાં સરકારને વધુ બે દિવસની મુદત અપાઈ છે અને હવે સરકાર આવતીકાલે નિર્ણય નહી લે તો ૨૪મીએ શનિવારે ગુરૃ પૂર્ણિમાના દિવસથી ૯થી ૧૧ના વર્ગો શરૃ કરી દેવામા ચીમીકી અપાઈ છે. સુરતના મંડળ દ્વારા શનિવારે ગુરૃ પૂર્ણિમાંએ ૪૦૦થી વધુ ખાનગી સ્કૂલો શરૃ કરી દેવા અને વિદ્યાર્થીઓને રૃબરૃ બોલાવી ગુરૃ પૂર્ણિમાની ઉજવણી પ્રત્યક્ષ શિક્ષક સાથે શરૃ કરવા જાહેરાત કરાઈ છે.

school

સરકાર પણ ધો.૯થી ૧૧ના વર્ગો ઓફલાઈન શરૃ કરવાના મૂડમાં છે અને વાલીઓનો પણ કોઈ ખાસ વિરોધ નથી ત્યારે સંચાલકોના ભારે દબાણ અને ચીમકીને પગલે આવતીકાલે સરકાર નિર્ણય લઈ શકે છે. ૧૫મી જુલાઈથી શરૃ થયેલી ધો.૧૨ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ હાજરી પણ હવે ૫૦ ટકાથી વધી છે.

READ ALSO

Related posts

લ્યો બોલો! પહેલાં જ દિવસે મ્યુનિ. બસોમાંથી 13 હજાર મુસાફરો મળી આવ્યાં વેક્સિન વિનાના, અપાઇ ઓન ધ સ્પોટ રસી

Dhruv Brahmbhatt

ખુશખબર / રાજ્ય સરકારે આપ્યો ૩ લાખ ટેબ્લેટનો ઓર્ડર, જાણો કયા વર્ષના વિદ્યાર્થીઓને મળશે લાભ

Dhruv Brahmbhatt

રસીકરણ / ગુજરાતે કોરોના વેક્સિનમાં બનાવ્યો અનોખો વિક્રમ, 4 કરોડથી વધુ લોકોને આપી દીધો પહેલો ડોઝ : કોરોના હવે તારી ખેર નહીં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!