GSTV

BIG BREAKING : ગુજરાતના 8 મહાનગરોમાં સરકારે જાહેર કરી છૂટછાટો : હોટલ અને રાત્રિ કરફ્યુંમાં મળી રાહત, ગણેશોત્સવને લીલીઝંડી

કરફ્યુ

Last Updated on July 28, 2021 by pratik shah

રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફયુને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટી માં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે.

મહારાષ્ટ્ર


એટલે કે આ 8 મહાનગરો માંરાત્રિ કરફ્યુનો અમલ હાલ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી નો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ 8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવા માં જે 200 વ્યક્તિઓ ની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈ થી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી છે.

  • 8 મહાનગરોને રાત્રી કર્ફ્યૂમાં રાહત
  • હવે 10 ના બદલે 11 થી શરૂ થશે રાત્રિ કર્ફ્યૂ
  • 31 જુલાઈથી કર્ફ્યૂના સમયમર્યાદામાં રાહત
  • હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે
  • જાહેર સમારંભમાં 400 વ્યક્તિની છૂટ અપાઈ
  • બંધ હોલમાં 50 ટકા અને મહત્તમ 400 લોકોને મંજૂરી
  • ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા મંજૂરી
  • તમામ નવા નિર્ણય 31 જુલાઈથી અમલી બનશે

ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા


આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતા ના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓ ની મર્યાદા માં અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના નિયમો ના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવા ના રહેશે.
સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે.

કર્ફ્યૂ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 કેસો સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના વળતા પાણી થયા છે. 0 લોકોના મોત વચ્ચે 39 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. સરકારે આજે કોરોનાની ત્રીજી લહેરને નાથવા માટે પણ મોટા નિર્ણયો લીધા છે.

RTPCR TEST

રાજ્યમાં આરટી-પીસીઆરના ટેસ્ટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, ખાનગી લેબમાં જે આરટી-પીસીઆરનો ટેસ્ટ 700 રૂપિયામાં કરવામાં આવતો હતો તેમા 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવો છે. જેથી હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆરનો ટેસ્ટ માત્ર 400 રૂપિયામાં કરી આપવામાં આવશે. જે દર્દી પોતાના ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવશે તેના દર હવે 550 રૂપિયા કરવામાં આવ્યા છે. આ પહેલા ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 900 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો.

હોટલ

એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટના 2700 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ પહેલા એરપોર્ટ પર તેના 4 હજાર રૂપિયા આરટી-પીસીઆરના લેવામાં આવતા હતા. એચઆરસીટી ટેસ્ટમાં 500 રૂપિયા ઘટાડી 2500 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટીસ્કેનનો દર 3 હજાર હતો જેમાં 500 રૂપિયાનો ઘટાડો કરી 2500 હજાર કરવામાં આવ્યો છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યુ કે, રાજ્યમાં વિનામૂલ્યે એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 1 કરોડ 61 લાખ કરતા વધુ ટેસ્ટ કરાયા છે. તો વળી 91 લાખ 95 હજાર એન્ટી રેપીડ ટેસ્ટ ટેસ્ટ કરાયા છે.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેબિનેટ બેઠક બાદ રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંગે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, રવિવારે વેપારીઓને રસી આપવામાં આવી છે. આગામી રવિવારે જે વેપારીઓને બીજો ડોઝ લેવાનો હોય તેમને પણ રસી આપવાનું કામ કરવામાં આવશે. રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેરને લઈને એલર્ટ છે. કોર કમિટિ બેઠકમાં સંભવિત કહેવાતી એવી ત્રીજી લહેર પર સરકાર નજર રાખી રહી છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!