GST કાઉન્સિલ અંગેના સુપ્રીમ કોર્ટના ચૂકાદાને પરિણામે વિવાદ છેડાયો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST કાઉન્સિલ માત્ર ભલામણ કરી શકે તેમ હોવાનું જણાવતા સુપ્રીમ કોર્ટના ચૂકાદાને કારણે જીએસટી કાઉન્સિલની મહત્તાને મોટો ફટકો પડયો છે. સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે કે દેશના બંધારણમાં સુધારો કરીને આર્ટિકલ ૨૪૬નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના થકી સંસદ અને રાજ્યોની વિધાનસભાઓને GST કાયદો બનાવવાની સત્તા મળેલી છે.

GST કાઉન્સિલ જે કહે તે કાયદો ગણી શકાય નહિ
આ સંજોગમાં GST કાઉન્સિલ જે કહે તે કાયદો ગણી શકાય નહિ. GST કાઉન્સિલને જ સર્વે સર્વા બનાવવી હોત તો તેમાં આર્ટિકલ ૨૭૯ની જોગવાઈનો ઉમેરો જ કરવામાં આવ્યો ન હોત. આર્ટકલ ૨૭૯એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જીએસટી કાઉન્સિલની કામગીરી દરેક રાજ્યો અન ેકેન્દ્ર સરકારને ચોક્કસ નિર્ણયો લેવા માટે સમજાવવાની છે. આમ જીએસટી કાઉન્સિલની સત્તા સર્વથી ઉપર નથી.

રાજ્યે રાજ્યે GSTના અલગ દર આવવાની શક્યતા નિર્માણ થાય તેવું હાલને તબક્કે જણાતું નથી
સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી રાજ્યે રાજ્યે GSTના અલગ દર આવવાની શક્યતા નિર્માણ થાય તેવું હાલને તબક્કે જણાતું નથી. વેટના રિજિમમાં સોના જેવી વસ્તુઓનો બિઝનેસ ખેંચી લેવા માટે અન્ય રાજ્ય કરતાં ઓછો ટેક્સ લગાડીને ગ્રીન ચેનલો બનાવવામાં આવતી હતી. આ રીતે જીએસટીની આવક વધારવા માટેના ખેલ પણ થઈ શકે છે, પરંતુ તેમ કરવાથી વન નેશન વન ટેક્સની વાતનો છેદ ઊડી જાય તો નુકસાન થાય તેમ છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો અત્યાર સુધી ટેક્સટાઈલ પર ઝીરો જીએસટી હતો. ટેક્સટાઈલ પર ૫ ટકા ટેક્સ આવ્યો તેની સામે દેશભરમાં નારાજગી છે. આ નારાજગી દૂર કરવા દરેક રાજ્યો પોતાની રીતે પગલાં લઈ શકે છે. તેથી તેમાં એક રાજ્યનો ધંધો બીજા રાજ્યમાં ઘસડી જવાનો ખેલ ચાલુ થઈ શકે છે. સ્ટીલ, સિમેન્ટ પરના જીએસટીના ઊંચા દરને કારણે બાંધકામ ઉદ્યોગની ઊઠેલી બૂમને શમાવી દેવા માટે રાજ્યો પોતાની રીતે પગલાં લે તો ફરી તેમાં પણ અનિયમિતતા આવી શકે છે.ઓછો ટેક્સ હોય તેવા રાજ્યોમાં વિદેશી કંપનીઓ રોકાણ કરવાનું વધુ પસંદ કરશે.એક વાર ટેક્સના દર બદલાવા માંડશે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં ડખા થશે.તેને કારણે જીએસટીના રિટર્ન ફાઈલ કરવામાં પણ તકલીફ પડશે. જીએસટીની સિસ્ટમમાંથી ખસી જવાનો બે ચાર રાજ્યો નિર્ણય લેશે તો સંપૂર્ણ અંધાધૂંધી ફેલાઈ શકે છે.તેમ થાય તો જીએસટીની સિસ્ટમ ચલાવવી પણ મુશ્કેલ બની શકે છે.

સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી રાજ્ય સરકારોને જીએસટી કાઉન્સિલની ભલામણોને પણ પડકારવાની સત્તા મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટના ઓર્ડરમાં રાજ્ય સરકારોને જીએસટી કાઉન્સિલના ઓર્ડરને નકારવાની અધિકાર રાજ્ય સરકારોને છે તેની યાદ અપીવી દીધી છે. જીએસટીના દર નક્કી કરવામાં,તેમાંથી મુક્તિ આપવામાં અને ટેક્સની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં કે તેમાં રાહત આપવાનો નિર્ણય દરેક રાજ્ય લઈ શકે છે. જીએસટી કાઉન્સિલના નિર્ણય ત્રણ ચતુર્થાંશ બહુમતીથી લેવાનો નિયમ છે. તેમાં કેન્દ્ર સરકારનું વજન વનથર્ડ એટલેકે ૩૩.૩૩ ટકા અને બધાં રાજ્યોના મળીને મતોનું વેઈટેજ ૬૬.૬૬ ટકા રાખવામાં આવ્યું છે. ભાજપની સરકાર ન ધરાવતા રાજ્યોમાંથી જીએસટી કાઉન્સિલના નિર્ણયોનો આમેય વિરોધ ચાલુ જ થઈ ગયો છે. આગામી દિવસોમાં તેમનો વિરોધ વધુ બોલકો બનવાની શક્યતા છે.

સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી GSTકાઉન્સિલની દરેક ભલામણને રાજ્ય સરકારો પડકારતી થઈ જશે. આમ GSTકાઉન્સિલ નહિ, રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભા-રાજ્ય સભાનું મહત્વ પ્રસ્થાપિત કરી આપ્યું છે.જોકે સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી કોસ્ટ, ઇન્સ્યોરન્સ અને ફ્રેટ સાથે આયાત કરનારા આયાતકારોને જ લાભ મળશે.
સીઆઈએફથી કરેલી આયાત પર GSTનહિ લાગે,
આયાત કરેલો માલ બે રીતે આવે છે. એક ફ્રી ઓન બોર્ડ (એફઓબી)થી આવે છે. ફ્રીઓન બોર્ડના મોડેલમાં પરદેશી નિકાસકાર જહાજમાં માલ ચઢાવી દે ત્યાં સુધીનો ખર્ચ ભોગવે છે.ત્યારબાદના ભાડાં સહિતની તમામ જવાબદારી આયાતકારની બને છે. તેવી જ રીતે કોસ્ટ ઇન્સ્યોરન્સ અને ફ્રેટ (સીઆઈએફ)ના મોડેલમાં વિદેશી સપ્લાયર પોતાના દેશના બંદરથી માલ ચઢાવવા ઉપરાંત ભારતના બંદરે જહાજ લાંગરે અને માલ ઉતારવામાં આવે ત્યાં સુધીના ખર્ચ કરવા માટે બંધાયેલા છે. ભારતના કસ્ટમ્સ એરિયામાં આવે તે પછીની જવાબદારી ભારતના આયાતકારની બની જાય છે. આયાતકાર એફઓબી મોડેલનો સ્વીકાર કરે તો તેવા સંજોગોમાં આયાતકારે ભારતીય શિપિંગ લાઈનની વ્યવસ્થા કરવાની રહી છે. શિપિંગ લાઈન ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પૂરી પાડે છે. ભારતીય આયાતકાર ફોરેન શિપિંગ કંપની પાસેથી માલ મોકલવાની વ્યવસ્થા કરે તો તેવામાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ તેને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જમા કરાવવો પડે છે.
એફઓબી પરGST લાગશે
આયાતકાર સીઆઈએફ મોડેલનો સ્વીકાર કરે તો ટ્રાન્સપોર્ટેશન સર્વિસ વિદેશી નિકાસકાર કંપનીએ પૂરી પાડવાની રહે છે. તેઓ ભારતીય આયાતકાર પાસેથી જ ફ્રેટની કોસ્ટ વસૂલ કરશે.તેના જ બિલમાં નૂર-ભાડાંના દરનો પણ ઉમેરો કરી દેશે. આ કિસ્સામાં સર્વિસ પૂરી પાડનાર અને સર્વિસ માટેની વ્યવસ્થા કરનાર સીઆઈએફ હેઠળ જીએસટીને પાત્ર બનતો નથી.આમ ઓસન ફ્રેટ પર જીએસટી લાગુ પડતો નથી. ૨૦૧૬ ભારતીય શિપિંગ ઇન્ડસ્ટ્રીને પણ તેની સામે વાંધો નહોતો. નૂરદર પર તેમની પાસે સર્વિસ ટેક્સ લેવાતો નહોતો. પરંતુ ૨૦૧૭માં GST આવ્યો તે પછી સમસ્યા ઊભી થઈ. પરંતુ ત્યારબાદ તેમને જે જીએસટી ભરવો પડતો હતો તેની ટેક્સ ક્રેડિટ મળતી નહોતી.

તેથી આ સમસ્યા ઊભી થઈ હતી. તેમની દલીલ એવી હતી કે સર્વિસ પૂરી પાડનાર અને સર્વિસ લેનાર કંપની દેશબહારની હોવા છતાંય ભારતની જીએસટી કચેરી તેમની પાસેથી ટેક્સ લે છે તે ઉચિત નથી. ભારતીય આયાતકાર ટ્રાન્સપોર્ટની સર્વિસ મેળવતો નથી. તેમને તો નિકાસકાર તેના માલની કિંમત સાથે ટ્રાન્સપોર્ટની સર્વિસ પૂરી પાડે છે.તેની કિંમત પણ વસૂલી લે છે. તેથી તેના પર જીએસટી લાગે નહિ. GST એક્ટ હેઠળ કરવામાં આવેલી જોગવાઈ મુજબ સર્વિસ મેળવે તે જ વ્યક્તિ રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ટેક્સ ભરવાને પાત્ર બને છે. પરંતુ માલની આયાત કરનાર સર્વિસ મેળવતો જ નથી તેથી જીએસટી કચેરી દ્વારા નોટિફિકેશન બહાર પાડીને વસૂલવામાં આવતો જીએસટી ગેરકાયદે ગણાય તેવી દલીલ કરવામાં આવી હતી. આયાતી માલ કસ્ટમ્સમાંથી ક્લિયર થાય તે વખતે તેના પર ભરવાની થતી આયાત ડયૂટી પણ ભરી દેવાય છે. ત્યારબાદ તેના પર જીએસટી લેવામાં આવે તો તે ડબલ ટેક્સેશન બને છે. ગુજરાત હાઈકોર્ટે આ દલીલ માન્ય રાખી હતી. સુપ્રીમ કોર્ટે પણ તેને સમર્થન આપ્યું હતું.
READ ALSO
- ફળ અને શાકભાજીની છાલથી થશે પરફેક્ત સ્કીન કેર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
- શું આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ? સામે આવી તસવીર
- ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલ છે તમારા ધનનું કનેક્શન, લગાવો આ 5 વસ્તુ તો ઘર રહેશે સમૃદ્ધ
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા
- પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા