GSTV

BIG NEWS: બેન્ક ડૂબી જશે તો પણ 90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા, મોદી સરકાર લાવી રહી છે ખાસ બિલ

મોદી

Last Updated on July 28, 2021 by pratik shah

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં ડિપોઝીટ ઈંશ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC) એક્ટમાં સંશોધનની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોઈપણ બેન્કના ડૂબવા પર વીમાના અંતર્ગત ખાતાધારકોને 90 દિવસની અંદર રૂપિયા મળી શકશે. પંજાબ એન્ડ઼ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેન્ક(PMC) યસ બેન્ક, લક્ષ્મી વિલાસ બેન્કોથી પરેશાન ગ્રાહકોને સરકારે મોટી રાહત આપી છે.

મોદી સરકારે આપી મંજૂરી


નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કેબિનેટ બેઠકમાં લીધેલા આ મહત્વના નિર્ણયની જાણકારી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ડિપોઝિટ ઈંશ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC) એક્ટમાં સંશોધન માટે મંજૂરી આપવામાં આવી છે. નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે આજની કેબિનેટ બેઠકમાં ઈંશ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન બિલ 2021ની મંજૂરી આપવામાં આવી છે.

આ બિલને સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવશે. આ સંશોધનથી ખાતાધારકો અને રોકાણકારોને સુરક્ષા મળશે. બીજી તરફ આ બિલ મંજૂર થયા પછી કોઈપણ બેન્કના ડૂબવા પર વીમા અંતર્ગત ખાતાધારકોને 90 દિવસની સમય મર્યાદાની અંદર રૂપિયા મળી જશે.

નાણાં મંત્રીના જણાવ્યા મુજબ આ બિલ અંતર્ગત કોઈપણ પ્રકારની કોમર્શિયલી ઓપરેટેડ તમામ બેન્કો આવી જશે, તે ગ્રામીણ બેન્ક કેમ ના હોય. નાણાંમંત્રીએ જણાવ્યું કે વીમા માટે પ્રીમિયમ બેન્ક આપે છે, ગ્રાહક નથી આપતો.

બેંકો

DICGC અસલમાં ભારતીય રીઝર્વ બેન્કનું સબ્સિડીયરી છે, અને આ બેન્ક જમા મામલે વીમા કવર ઉપલબ્ધ કરાવે છે. અત્યાર સુધી નિયમ એ હતો કે જમાકર્તાઓના 5 લાખ રૂપિયાનું વીમા હોવા પર પણ રૂપિયા નહીં મળતા, જ્યારે કે રિઝર્વ બેન્ક ઘણા પ્રકારની પ્રક્રિયાઓને પૂરી નથી કરતું. તેના કારણે લાંબા સમય સુધી તેમને એક પણ રૂપિયા નથી મળતા. પરંતુ એક્ટમાં બદલાવ થવાથી ગ્રાહકોને રાહત મળશે.

પાંચ લાખનો વીમો

DICGC જ એ સુનિશ્ચિત કરે છે કે કોઈ બેન્કને બર્બાદ થવા પર તેના જમાકર્તાઓને ઓછામાં ઓછી 5 લાખ રૂપિયાની રકમ પરત કરવામાં આવે . પહેલા આ વીમા રકમ ફક્ત 1 લાખ રૂપિયા હતી. પરંતુ મોદી સરકારે ગત વર્ષે વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.

READ ALSO

Related posts

જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલો, આતંકવાદીના અંધાધૂંધ ફાયરિંગમાં રેલવે કર્મચારી સહિત બેનાં મોત

Bansari

ચૂંટણીમાં 150 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલની ટીમને શિરે મોટી જવાબદારી, નવનિયુક્ત મંત્રીઓને દિલ્હી હાઇકમાન્ડની તાકીદ

Dhruv Brahmbhatt

GST કાઉન્સિલ/ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા ગુજરાત સહિતના રાજ્યોની ‘ના’, ભાવ ઓછા થવાની આશા નહિવત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!