રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે પાક ધિરાણમાં 4 ટકા વ્યાજની સહાય છુટ્ટી કરી છે. મહત્વનું છે કે વ્યાજ ચુકવણીના વિલંબથી ખેડૂતોને મુશ્કેલી થઈ રહી હતી અને ખેડૂતોએ સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જેને ધ્યાને લઇને સરકારે તુરંત જ પાક ધિરાણમાં 4 ટકાની વ્યાજની સહાય છુટ્ટી કરવાનો પરિપત્ર કર્યો છે.

સરકારે પાક ધિરાણ સહાય મુદ્દે જાહેરાત કરતા હવે ખેડૂતો બેન્કો અને સહકારી મંડળીઓમાં પાક સહાય ધિરાણ મેળવી શકશે. જેથી રાજ્યના ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને કૂલ 7 ટકા પાક ધિરાણની સહાય આપતી હોય છે. જેમાંથી 3 ટકા કેન્દ્ર સરકાર અને 4 ટકા રાજ્ય સરકાર આપે છે.

આમ ખેડૂતો દર વર્ષે બેન્કો અને સહકારી મંડળીઓમાં પાક ધિરાણ સહાય લેતા હોય છે. તેનું જે વ્યાજ હોય છે તે સરકાર લેતી હોય છે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે પરિપત્ર જાહેર ન કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતાં. જો કે હવે રાજ્ય સરકારે સહાય છુટ્ટી કરતા ખેડૂતોને મોટી રાહત મળશે.
READ ALSO
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો