GSTV

BIG BREAKING: ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા ચાર ડિસેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે, પીએમ મોદીના મિશનની કરશે શરૂઆત!

Last Updated on December 1, 2021 by pratik shah

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડન મેડલ વિજેતા નીરજ ચોપડા ચાર ડિસેમ્બરના રોજ અમદાવાદની સંસ્કારધામ સ્કૂલની મુલાકાતે છે. તેઓ પ્રધાનમંત્રી મોદીના મિશનની શરૂઆત કરતા સંતુલિક ભોજન, ફિટનેસ અને રમત-જગતને પ્રત્યે જાગરુક્તા ફેલાવશે. મોદીએ 16 ઓગસ્ટના રોજ તેમના નિવાસસ્થાને ટોક્યો ઓલમ્પિયન સાથે મુલાકાત દરમિયાન ભારતીય ઓલમ્પિયન અને પેરાલમ્પિયનને અપીલ કરી હતી કે દરેક ઓલમ્પિયન 2023માં સ્વતંત્રતા દિવસ પહેલા 75 શાળાઓનું પ્રવાસ કરી કુપોષણ વિરુદ્ધ જાગરૂકતા ફેલાવે અને શાળાના બાળકો સાથે રમે.

બુધવારે રમત મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપડા વડાપ્રધાનના મિશનની શરૂઆત કરશે.ઠાકુરે તેમના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આપણા ઓલમ્પિયન અને પેરાલિમ્પિયનને અપીલ કરી હતી કે તેઓ શાળામાં જાય અને વિદ્યાર્થીઓ સાથે સંતુલિત આહાર, ફિટનેસ, રમત અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરે. 4થી ડિસેમ્બરના રોજ નીરજ ચોપરા અમદાવાદના સંસ્કારધામ શાળામાં આ મિશનની શરૂઆત કરશે.

READ ALSO

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!