GSTV

દિવાળીના તહેવારમાં ખેડૂતો માટે આવી મોટી ખુશખબર, રવિ સિઝનમાં ટેકાના ભાવમાં થયો આટલો વધારો

કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલા જ દેશભરના ખેડૂતોને બહુ મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને રવિ પાકના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ ઘઉંના ટેકાના ભાવમાં 85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કે બાજરીના ભાવમાં પણ 85 રૂપિયાનો વધારો થયો છે.

ઘઉંના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 1 હજાર 840થી વધીને 1 હજાર 925 રૂપિયા થઇ ગયા છે. જ્યારે કે બાજરીના પ્રતિ ક્વિન્ટલ 1 હજાર 440 રૂપિયાથી વધીને 1 હજાર 525 રૂપિયા થઇ ગયા છે. સરકારના આ નિર્ણયને કારણે વધારાના 3 હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે.

READ ALSO

Related posts

આ દંપત્તિની ઝિંદગી એ હદે નર્ક સમાન બની ગઈ છે કે તેમણે હવે મૃતદેહો ગણવાનું જ છોડી દીધું છે

Mayur

ભારતમાં જ્યાં સૌથી પહેલો કોરોનાનો કેસ નોંધાયો, તે રાજ્યએ આ રીતે મેળવી લીધો કાબૂ

Pravin Makwana

પંજાબમાં ચોર બીમાર પડતા લઈ જવાયો હોસ્પિટલ, રિપોર્ટ આવતા પોલીસ સ્ટેશનમાં મચ્યો હડકંપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!