GSTV
Home » News » PF ખાતાધારકો માટે ચાંદી જ ચાંદી, EPFOએ આપી નવા નિર્ણયને મંજૂરી

PF ખાતાધારકો માટે ચાંદી જ ચાંદી, EPFOએ આપી નવા નિર્ણયને મંજૂરી

EPFOએ ૨૧ ઓગષ્ટના રોજ તેના ફંડ મેનેજર તરીકે ત્રણ વર્ષ માટે યુટીઆઈ એએમસી અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની નિમણૂક કરી છે. EPFOના ટ્રસ્ટીઓની બેઠકમાં મુશ્કેલીમાં ફસાયેલ દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ(DHFL)ના બોન્ડમાં આશરે ૭૦૦ કરોડ રૂપિયાના રોકાણને સમય પહેલાં રીડેમ્પશન કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી.

સૂત્રએ જણાવ્યું હતું કે, ઇપીએફઓનો નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી(CBT)એ બે ફંડ મેનેજરો યુટીઆઈ એએમસી અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને ત્રણ વર્ષ માટે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રએ વધુમાં જણાવતાં કહ્યું કે, કર્મચારી પેન્શન યોજના, ૧૯૯૫ હેઠળ ન્યુનત્તમ માસિક પેન્શન ૨૦૦૦ રૂપિયા કરવાની દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે.

કારણ કે કર્મચારીઓના પ્રતિનિધિઓએ પેન્શન તરીકે વધારે રકમની માંગ કરી છે. ટૂંક સમયમાં આ અંગે પણ નિર્ણય લેવામાં આવશે સરકારે ઇપીએફઓ સાથે લઘુત્તમ પેન્શનમાં વધારા અંગે વાત કરી છે. જો કે, ઇપીએફઓએ અગાઉ વધારાના રૂપિયા ન હોવાનું કહીને લઘુતમ પેન્શનમાં વધારો કરવા અંગે ઈનકાર કર્યો હતો. પરંતુ ખેડુતો, કામદારો અને વેપારીઓ માટે પેન્શન યોજના શરૂ કર્યા પછી સરકાર હવે ઇપીએફઓ પેન્શનરોની પેન્શનની રકમમાં વધારો કરવા અંગે મન બનાવી ચૂકી છે.

Read Also

Related posts

બસપાના ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થતા માયાવતીએ કર્યા આકરા પ્રહારો, સીએમ ગહેલોતે પણ કર્યો વળતો હુમલો

Nilesh Jethva

આ કંપનીના એમ્પલોય પોતે નક્કી કરે છે સેલેરી, પોતે ઈચ્છે ત્યારે વધારો કરી શકે છે

Kaushik Bavishi

તો સટ્ટાબજાર પર નહી થાય જેલ!, મેચ ફિક્સિંગ રોકવા માટે BCCI લેશે આ મોટો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!