ફાયનાન્સિયલ ટેકનોલોજી કંપની પેટીએમે ધંધાર્થીઓને ખાસ ભેટ આપી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, હવે પેટીએમ વોલેટ, યુપીઆઈ અથવા રૂપે કાર્ડથી ચૂકવણુ કરવા પર ધંધાર્થીઓને અને વેપારીઓને કોઈ ચાર્જ આપવો પડશે નહીં. સાથે જ તેના માટે લેવડદેવડમાં કોઈ મર્યાદા પણ નક્કી નથી કરી. સરળ ભાષામાં કહીએ તો, હવે પેટીએમનો ઉપયોગ કરનારા વેપારીઓ ગમે તેટલી મોટી લેવડ-દેવડ કરી કોઈ ચાર્જ આપવો પડશે નહીં. કંપનીની જણાવ્યા પ્રમાણે તેનાથી વેપારીઓને વાર્ષિક 600 કરોડ રૂપિયાનો સીધો ફાયદો થશે. તેનાથી વેપારીઓને પોતાનો ધંધો વધારવા માટે યોગ્ય મૂડી પણ જમા થઈ શકશે.
કોઈ પણ પ્રકારના ચાર્જ વગર ચુકવણુ કરવા માટે ઓલ ઈન વન ક્યૂઆરનો કરો અપડેટ
વેપારીઓને કોઈ પણ પ્રકારના ચાર્જ માટે પેટીએમ ઓલ ઈન વન ક્યૂઆર કોડમાં અપગ્રેડ કરવાનું રહેશે. પેટીએમે મંગળવારના રોજ ટ્વીટ કરી કહ્યુ હતું કે, ઓલ ઈન વન ક્યૂઆરમાં એક જગ્યાએ વેપારીઓને લેવડદેવડ કરી શકશે. આ સાથે અહીં રિવોર્ડ પોઈન્ટ્સ કમાવાનો પણ મોકો મળશે. પેટીએમે કહ્યુ હતું કે, તેમનો લક્ષ્યાંક 1.7 કરોડ વેપારીઓને ફાયદો થશે. આ વેપારીઓ ડિજીટલી રીતે શૂન્ય ટકા ચાર્જ સાથે પોતાના બેંક અકાઉન્ટ સાથે સીધા સેટેલમેંટ કરી શકશે.

READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ