GSTV

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, પ્રધાનમંત્રી વીમા યોજના મામલે મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે. કેબિનેટ બેઠક બાદ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ લીધો છે. ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મોટી સમાચાર છે. પાકવીમા યોજના તળે રાજ્યના ખેડૂતો લૂંટાતા હોવાની અનેકવાર બુમરાણ મચી છે. પાકવીમો એ ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે. મોદી સરકારે ચૂંટણી સમયે પાકવીમો મરજિયાત કરવાનું વચન આપ્યું હતું. જે આજે પાળ્યું છે.

 • ખેડૂતોની જાણ બહાર કંપની પ્રિમિયમ કાપતી હતી
 • ખેડૂતોની ઇચ્છા ન હોય તો પણ વીમો લેવા ફરજ પડાતી હતી
 • પ્રિમિયમ કપાયા પછી વળતર લેવાની મુશકેલી દૂર થશે
 • ખેતી વ્યવસાયમાં વીમા કંપનીઓની જોહુકમી ઘટશે
 • સરકારને ખેડૂતોની ફરિયાદોનો સામનો નહીં કરવો પડે

શું કહ્યુ કૃષિ મંત્રીએ

કૃષિ મંત્રીએ કહ્યું કે આ વીમા યોજના અંતર્ગત કુલ 13,000 કરોડ રૂપિયાના વીમા થયા જેમાંથી 7 હજાર કરોડ રૂપિયા ક્લેમ તરીકે આપવામાં આવ્યા છે. કૃષિ મંત્રીએ કહ્યું મંત્રીમંડળે પાક વીમા યોજનામાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. જેને ખેડૂતો માટે સ્વૈચ્છિક બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત નોર્થ ઈસ્ટના ખેડૂતો માટે પાક વીમાનું પ્રિમિયમ 90 ટકા સરકાર આપશે. કેબિનેટે ઈન્ટરેસ્ટ સબવેંશન સ્કીમ અંતર્ગત મળનારા ફાયદાને 2 ટકાથી વધારીને 2.5 ટકા કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી 95 લાખ ડેરી ખેડૂતોને ફાયદો થશે.

 • હવેથી પાક વીમો મરજીયાત
 • વીમા કંપનીઓની મનમાનીથી ખેડૂતોને મુGત
 • કેન્દ્ર સરકારના નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત
 • વીમા કંપનીઓની આંધળી લૂંટ બંધ થશે
 • અગાઉની નુકસાનીની વળતર હજૂ પણ ચૂકવવાનું બાકી
 • ૧-૪-૧૬થી વીમા કંપનીઓને ૨૦ હજાર કરોડનું પ્રીમિયમ ચૂકવાયુ
 • જેની સામે કંપનીઓ વળતર પેટે ચૂકવ્યા ૩૨૦૦ કરોડ

કેમ વીમા કંપનીઓ સામે આક્રોશ?

 • સમયસર પ્રીમિયમ કપાઈ જાય, વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા
 • તાલુકા અને જિલ્લા સ્તર પર કંપનીઓની ઓફિસ નથી
 • અપૂરકો સ્ટાફ અને જે સ્ટાફ જે તે કવોલિફાઈડ પણ નથી
 • ફસલ વીમા યોજનાની ઓપરેશનલ ગાઈડલાઈન ગુજરાતી ભાષામાં નથી
 • વીમા પ્રીમિયમના ૦.૫ ટકા રકમ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની જાહેરાતમાં કરવાનો હોય છે ખર્ચ
 • ખેડૂતો સુધી પહોંચાડવાની હોય છે યોજનાની માહિતી
 • ખેડૂતો સુધી યોજનાની માર્ગદર્શક પુસ્તિકા આપવાની હોય છે માતૃભાષામાં
 • ખેતી નિયામક કે ખેતીવાડીના મુખ્ય સચિવ સુધી પણ માતૃભાષામાં ઉપલબ્ધ નથી માર્ગદર્શક પુસ્તિકા
 • પાક વીમા કંપનીઓએ ૦.૫ ટકા ખર્ચ જાહેરાત પાછળ કરવાનો હતો તેવું કંઈ લાગતું નથી

ડેરી ક્ષેત્ર માટે 4558 કરોડની યોજનાને મંજૂરી

સરકારે ડેરી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે બુધવારે 4558 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે. જેના લાભ લગભગ 95 લાખ ખેડૂતોને મળશે.  દૂધ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે સરકારે આ યોજનામાં ટકાવારી 2થી વધારી 2.5 ટકા કરી દીધી છે.

5.5 કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ અંગે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી પાક વિમાની યોજનાનો લાભ લગભગ 5.5 કરોડ ખેડૂતોએ લાભ ઉઠાવ્યો છે, તેમણે જણાવ્યું હતું કે, પાક વિમા અંતર્ગત અત્યાર સુધીમાં 13,000 કરોડ રૂપિયાના વિમા થયા છે. જેમાં 7 હજાર કરોડ રૂપિયા ક્લેમ તરીકે આપવામાં આવ્યા છે. આ યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પાક વિમો મરજીયાત કરવાનો નિર્ણય લીધો છે. જેના પર કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. સરકારે કરોડો ખેડૂતોને લૂંટ્યા બાદ આ નિર્ણય કર્યો હોવાનો આક્ષેપ હર્ષદ રિબડીયાએ લગાવ્યો હતો. આ સાથે જ વહેલી તકે વીમાની રકમ ચુકવાવમાં આવે તેવી માંગ કરી છે.

પાકવીમા યોજનાથી વીમા કંપનીઓને બખ્ખાં

સરકારની આ યોજનાથી ખેડૂતોનું ભલું થાય કે નહીં પણ પાકવીમા સાથે સંકળાયેલી કંપનીઓને તો બખ્ખાં થઈ ગયાં છે. સરકાર સામેથી ખેડૂતોને વીમાનું પ્રીમિયમ ભરવા મજબૂર કરી રહી છે. વર્ષ 1985 થી 2016 સુધીમાં માત્ર 23 ટકા વિસ્તારને સરકાર ત્રણ જ વર્ષમાં 50 ટકાએ લઈ જવાના લક્ષ્યાંક અંતર્ગત કામગીરી કરી રહી છે. પાકવીમા યોજના ઉત્તમ છે, જરૂર છે ફક્ત સમયસર ખેડૂતોને લાભ આપવાની. ગુજરાતમાં ગત વર્ષે 13 લાખ ખેડૂતોએ પાકવીમા યોજનાનો લાભ લીધો હતો. ખેડૂતો માટે ફરજિયાતને બદલે આ યોજના મરજિયાત રખાય તેવી ખેડૂતો બુમરાણ પાડી રહ્યા હતા.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોને કોરોના મહામારી અંગે આપી આ સલાહ

Nilesh Jethva

તામિલનાડુ અને દિલ્હી વચ્ચે પ્રથમ ક્રમે આવવાની રેસ લાગી : દેશમાં કોરોના વકર્યો

Karan

મુંબઈ પર મોટો ખતરો મંડરાયો, ધારાવીથી આવ્યા છે કોરોના વાયરસના સૌથી મોટા સમાચાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!