GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

Airtel-Vodafone યુઝર્સને ઝટકો: કંપનીએ બંધ કરી દીધાં આ બે સસ્તા પ્લાન્સ

એરટેલ અને વોડાફોને 3 ડિસેમ્બરથી નવા ટેરિફ રેટ લાગુ કર્યા છે. તેવામાં એરટેલ અને વોડાફોન જેની કંપનીઓએ કેટલાંક પ્લાન્સની કિંમત વધારવાની સાથે સાથે બે પોપ્યુલર પ્રીપેડ પ્લાન્સ બંધ કરી દીધાં છે. જ્યાં એક તરફ એરટેલ અને વોડાફોને પોતાના નવા બે પેકની જાણકારી શેર કરી છે ત્યાં જિયોએ હજુ સુધી તેના નવા પ્લાનનો ખુલાસો નથી કર્યો.

એરટેલ અને વોડાફોને બંધ કર્યા આ બે પ્લાન્સ

એરટેલ અને વોડાફોને 169 રૂપિયા અને 199 રૂપિયાના પ્લાન બંધ કરી દીધાં છે. 28 દિવસની વેલીડીટી વાળા આ પ્રીપેડ પ્લાનમાં દરરોજ 1 જીબી અને 1.5 જીબી ડેટા મળતો હતો. તેના સ્થાને નવા પ્લાન લૉન્ચ કરવામાં આવ્યા છે. જેમાંથી આ પેકમાં મળતાં બેનેફિટ્સ કરતાં થોડા ઓછા-વધુ ફાયદા મળશે. પરંતુ નવા પ્લાન્સની કિંમત પણ વધુ છે.

એરટેલે 169 અને 199 રૂપિયાના પ્લાન બંધ કરીને 248 રૂપિયાનો એક પ્લાન લૉન્ચ કર્યો છે. 169 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલીડીટી, દરરોજ 1 જીબી ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળતી હતી. સાથે જ 199 રૂપિયામાં 28 દિવસની વેલીડીટી. દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળતાં હતા.

નવા લૉન્ચ કરવામાં આવેલા 248 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અને દરરોજ 100 એસએમએસ મળશે. આ પેકમાં અનલિમિટેડ કોલિંગ ફક્ત એરટેલથી એરટેલ પર મળશે. અન્ય નેટવર્ક પર કૉલ કરવા માટે 1000 એફયુપી મિનિટ મળશે. આ 1000 મિનિટ પૂરી થયા બાદ અન્ય નેટવર્ક પર કૉલ કરવા માટે પ્રતિ મિનિટ 6 પૈસા આપવા પડશે.

એરટેલ-વોડાફોન પાસે ડેઇલી 1 જીબી ડેટા વાળો કોઇ પ્લાન નહી

નવા પેક લાગુ થવાની સાથે એરટેલ પાસે એવો કોઇ પ્લાન નથી જેમાં દરરોજ 1 જીબી ડેટા મળે. 28 દિવસની વેલીડીટી વાળા સૌથી સસ્તા 248 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા મળશે. વધુ ડેટા યુઝ કરનાર માટે 298 રૂપિયાનો પ્લાન છે જેમાં દરરોજ 2 જીબી ડેટા મળશે.

એરટેલની જેમ હવે વોડાફોન પાસે પણ એવો કોઇ પ્લાન નથી જેમાં દરરોજ 1 જીબી ડેટા મળે.  249 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. તેનાથી વધુ ડેટા યુઝ કરનારા લોકો માટે 299 અને 399 રૂપિયાનો પ્લાન છે. જેમાં દરરોજ અનુક્રમે 2 જીબી અને 3 જીબી ડેટા મળશે. આ ઉપરાંત 599 અને 699 રૂપિયાના પ્લાનમાં અનુક્રમે 1.5 જીબી અને 2 જીબી ડેટા મળશે. આ બંને પેકની વેલીડીટી 84 દિવસની છે. 365 દિવસની વેલીડીટી વાળો 2399 રૂપિયાનો પ્લાન છે જેમાં દરરોજ તમને 1.5 જીબી ડેટા મળશે.

Read Also

Related posts

વરસાદની ઋતુમાં ચા સાથે માણો અલગ પ્રકારના ભજીયાનો સ્વાદ, આ રીતે બનાવો ‘Corn Pakoda’

Arohi

રોજગારથી વંચિત થયેલા લોકોને મોદી સરકાર આપશે બેરોજગારી ભથ્થુ, 3 કરોડથી વધુ લોકો છે ધ્યાનમાં

Pravin Makwana

પાયલોટ અને અશોક ગહેલોત ગળે મળ્યા : ઘીના ઠામમાં ઘી ઢળ્યું, ગેહલોતે કહ્યું જે થયું તે ભૂલી જાઓ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!