GSTV

મોટા સમાચાર: 1 ઓક્ટોબરથી આ બેન્કની ચેકબુક થઈ જશે બેકાર, ફટાફટ કરીલો આ કામ

બેન્ક

Last Updated on August 1, 2021 by pratik shah

જો તમારું બેન્ક ખાતું જૂની અલ્હાબાદ બેન્કમાં છે તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. કારણકે અલ્હાબાદ બેન્ક ઈન્ડિયન બેન્કમાં મર્જ થઈ ગઈ છે. અલ્હાબાદ બેન્ક ઈન્ડિયન બેન્કમાં મર્જ થયા પછી Allahabad Bankનો MICR કોડ અને ચેકબુક પહેલી ઓક્ટોબર 2021થી બંધ થઈ જશે. Indian Bankએ આ માહિતી ટ્વિટ દ્વારા આપી છે. પ્રથમ ઓક્ટોબરપછી કોઈ જુની ચેકબુકનો વપરાશ કરશે તો રૂપિયા ટ્રાન્સફર નહીં થાય. તમને જણાવી દઈએ કે પ્રથમ એપ્રિલ 2020થી અલ્હાબાદ બેન્કનું Indian Bank મર્જર થઈ ગયું છે.

પ્રથમ એપ્રિલ 2020થી અલ્હાબાદ બેન્કનું Indian Bank મર્જર થઈ ગયું

Indian Bankએ અધિકૃત ટ્વિટર હેન્ડલ પર ટ્વિટમાં જણાવ્યું છે કે કોઈપણ પ્રકારના ગડબડ વગર સૂચારું બેન્કિંગનો આનંદ લો, પૂર્વના અલ્હાબાદ બેન્કના (MICR code) અને ચેકબુક 01.10.2021થી બંધ થઈ કરવામાં આવશે. પોતાના નજીકની શાખાઓથી નવી ચેકબુક મેળવો.અથવા ઈન્ટરનેટ બેન્કિંગ મોબાઈલ બન્કિંગના માધ્યમથી આવેદન કરો.

શું હોય છે MICR કોડ?


MICR કોડને મૈગેનેટિક ઈંક કેરેક્ટર રિક્નિશન (Magnetic Ink Character Recognition) હોય છે. જેવી રીતે તમે તે નામથી સમજી શકો છો. MICR કોડ પર ચેક પર મેગ્નેટિક ઈંકથી પ્રિન્ટ કરવામાં આવે છે.તે મુખ્ય રૂપથી સિક્યોરિટી બારકોડની જેમજ ટ્રાન્જેક્શનને પ્રોટેક્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

જાહેર થઈ ચૂક્યો છે નવો IFSC કોડ

તમને જણાવી દઈએ કે પ્રથમ જુલાઈ 2021થી અલ્હાબાદ બેન્કનો IFSC કોડ બદલાઈ ગયો છે. ટ્રાન્જેક્શન યથાવત રાખવા માટે ગ્રાહકોને નવો IFSC કોડ અપડેટ કરવો પડશે. અથવા તો તમે નવા IFSC કોડ માટે પોતાની હોમ બ્રાંચ જઈને જાણકારી માંગી શકો છો. અથવા તો www.indianbank.in/amalgamationની આ લિન્ક પર જઈને કોડ જાણી શકો છે.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!