GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: તબીબી શિક્ષકોના આંદોલનનો આવ્યો અંત, 7માં પગાર પંચ ધોરણે મળશે લાભ

Last Updated on May 14, 2021 by pratik shah

રાજ્ય સરકારે શિક્ષકોની માગણીનો સ્વિકાર કરતા 7મા પગાર પંચ ધોરણે NPAનો લાભ આપવાની જાહેરાત કરી છે.. રાજ્યમાં લાંબા સમયથી તબીબો દ્વારા પડતર માગણીને લઈ આંદોલનનો અંત આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ તબીબી શિક્ષકોની માગણીનો સ્વિકાર કરતા 7મા પગાર પંચ ધોરણે NPAનો લાભ આપવાની જાહેરાત કરી છે. GMERS હેઠળ ભરતી થયેલા ટ્યુટર અને મેડિકલ ઓફિસર સંવર્ગમાં નિયમિત નિમણૂક પામેલા તબીબોને પણ લાભ મળશે.

NPAનો લાભ હવે સાતમાં પગાર પંચ પ્રમાણે અપાશે

સરકારે વધુમાં જણાવ્યું કે આ સાથે તેમની અન્ય માગણીનો પણ સ્વિકાર કર્યો છે. જેમાં NPAનો હવે સાતમાં પગાર પંચ પ્રમાણે અપાશે. સાથે એક કમિટીનું પણ ગઠન કર્યું છે. રાજ્ય સરકારના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તબીબી, પ્રાધ્યાપકોની હડતાળી માંગણી વિશે મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં રાજ્યના સરકારી તબીબી શિક્ષકોને NPAના લાભો ભારત સરકારના OM મુજબ તથા સાતમા પગારપંચ મુજબ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

સરકારી તબીબી શિક્ષકો માટે NPA મંજૂર કરવામાં આવ્યું

ઘાતક કોરોનાના કપરા કાળમાં તબીબો અને પ્રધ્યાપકોએ કરેલી અસરકારક કામગીરીને ધ્યાનમાં રાખીને સાતમા પગાર પંચ અનુસાર તમામ સરકારી તબીબી શિક્ષકો માટે NPA મંજૂર કરવામાં આવ્યું છે.ગૃહરાજ્ય પ્રધાને રાજ્ય સરકારે આ મામલે લીધેલા મહત્વના નિર્ણયો અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારી તબીબી શિક્ષકોની 14 જેટલી માંગણીઓ પૈકી 11 માંગને મંજૂર કરી દેવામાં આવી છે. બીજી તરફ અન્ય પડતર માંગણીઓ અંગે પણ વિચારણા કરી રહી છે.

  • ગુજરાત મેડિકલ ટીચર્સ ઍઓસોસિયન ની સરકાર સાથે બેઠક પૂર્ણ,
  • બેઠકમાં સરકાર ડોકટરોની તમામ માગને લઈને સરકાર હકારાત્મક,
  • તબીબી શિક્ષકોને NPAના લાભો ભારત સરકારના OM મુજબ
  • તબીબી શિક્ષકોની 14 જેટલી માંગણીઓ પૈકી 11 માંગને મંજૂર

ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે હાલ તદન એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનીયમિત કરવા એકજ સ્થાઈ ઠરાવથી આદેશ નિયમિત કરવામાં આવશે, અને નિયમિત ધોરણે ફરજ બજાવતા અને હાલ ઉપલા સંવર્ગમાં એડહોક ધોરણે ફરજ બજાવતા શિક્ષકોની એડ હોક સેવાઓ વિનિયમિત કરવામાં આવશે. સરકારે તે પણ નક્કી કર્યું છે કે નિયમિત નિમણૂંક ફરજ બજાવતા તબીબી શિક્ષકોની અગાઉની એડહોક સેવાને વિનિયમિત કરીને હાલની નિયમિત સેવા સાથે રજા પગાર પેન્શન માટે એક જ સ્થાઈ ઠરાવથી સળંગ કરવાનો આદેશ કરવામાં આવશે.

ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું કે તબીબી શિક્ષકોની હાલની સેવાઓ સાથે અગાઉ આરોગ્ય વિભાગ અંતર્ગત જુદા-જુદા પ્રભાગો હેઠળ કરવામાં આવેલા અન્ય તમામ એડહોક કે GPSC અને DPSC નિયમિત રીતે દર વર્ષે કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!