GSTV

મોટા સમાચાર: બેલ્જીયમના એક પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાની એન્ટ્રી, બે હિપોપોટેમસ થયા સંક્રમિત

Last Updated on December 5, 2021 by pratik shah

કોરોના મહામારી હવે માણસમાંથી જાનવરોને પણ પોતાની ઝપેટમાં લઈ રહી છે. યુરોપીયન દેશ બેલ્જીયમના એક પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાની એન્ટ્રી થઈ છે.. અહીં બે હિપોપોટેમસ કોરોનાથી સંક્રમિત થયા છે.. પ્રાણી સંગ્રહાલયના તંત્રએ તેમના સંક્રમણની પુષ્ટી કર્યા બાદ બંને હિપોપોટેમસને ક્વોરન્ટીન કરી દીધા છે.. એન્ટવર્પ ઝૂના અધિકારીઓ મુજબ જ્યાં સુધી બંને હિપોના ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેમના પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.. બંને હિપો કોરોનાથી સંક્રમિત થયા બાદ ઝૂના સ્ટાફને સાવચેતી દાખવવા નિર્દેશ કરવામાં આવ્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે હિપ્પોઝની નાક સામાન્ય રીતે ભીની જ હોય છે, પરંતુ એન્ટવર્પ પ્રાણીસંગ્રહાલયના પશુચિકિત્સકોએ જોયું કે તેઓ ‘સ્પ્લેનિંગ સ્નોટ’ ધરાવે છે તે પછી આ જોડીનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. તેના વાડાને સીલ કરી દેવામાં આવ્યો છે. તેમના હેન્ડલર્સ (જેમના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.)ને એ માસ્ક અને સલામતી ચશ્મા પહેરવા જોઈએ અને હિપ્પો સાથે કોઈપણ સંપર્ક કરતા પહેલા તેમના જૂતાને જંતુમુક્ત કરવા જોઈએ.

કોરોના

એન્ટવર્પ ઝૂના પશુચિકિત્સક ફ્રાન્સિસ વર્કમેનનું કહેવું છે કે, “મારી જાણ મુજબ, આ જાતિઓમાં આ પહેલો કેસ છે. વાયરસ વિશ્વભરમાં મોટે ભાગે વાંદરાઓ અને બિલાડીઓમાં જોવા મળ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, કેનેડાએ પણ પુષ્ટિ કરી હતી કે જંગલી હરણમાં ત્રણ COVID કેસ મળી આવ્યા હતા

READ ALSO

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!