GSTV

BIG BREAKING: રાજસ્થાનના જયપુરમાંથી એક જ પરીવારના 9 સભ્યો થયા સંક્રમિત, ઓમિક્રોને તો ચિંતા વધારી

કોરોના

Last Updated on December 5, 2021 by pratik shah

રાજસ્થાનમાં પણ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઈ ચુકી છે. રાજસ્થાનમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત 9 દર્દીઓ હોવાની પુષ્ટી થઈ છે. આ સાથે દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 21 થઈ ગઈ છે. રાજસ્થાનના તમામ સંક્રમિતો એક જ પરિવારના સભ્યો છે.. આ પરિવારના ચાર સભ્યો 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો. તેઓ દુબઈથી મુંબઈ અને ત્યારબાદ જયપુર પહોંચ્યા હતા.. તેમના સંપર્કમાં આવેલા અન્ય પાંચ સભ્યો પણ કોરોના પોઝિટીવ થયા.

તંત્ર દ્વારા તેમના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યા હતા.. જેમાં ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટી થઈ છે.. આરોગ્ય વિભાગના સચિવ વૈભવ ગાલરિયાએ જણાવ્યું કે આરોગ્ય વિભાગે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા આ પરિવારને પહેલા જ રાજસ્થાન સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં દાખલ કરી દીધો હતો.. જેમાં માતા-પિતા અને બે બાળકો સામેલ છે. તો તેમના સંપર્કમાં આવેલા અન્ય પાંચ સભ્યોને પણ RUHSમાં દાખલ કરાયા છે.

મુંબઈમાં આજે કોરોનાના નવા ૨૧૯ કેસ નોંધાયા છે અને ચાર દરદીના મોત થયા હતા. જ્યારે આજે શહેરમાં ૩૦૩ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા આપી હતી. શહેરમાં અત્યારે કોરોનાના ૧૭૯૭ દરદી સારવાર લઈ રહ્યા હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

  • દિલ્હી- 01 કેસ
  • જામનગર- 01 કેસ
  • પિંપરી-ચિંચવાડ- 07 કેસ
  • મુંબઈ- 01 કેસ
  • બેંગ્લોર- 02 કેસ
  • રાજસ્થાન- 09 કેસ

આ અઠવાડિયાની શરૂઆતમાં કર્ણાટકમાં કોરોના વાયરસના નવા ઓમીક્રોન વેરિએન્ટના બે કેસ પણ નોંધાયા હતા. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ચાર ઓમીક્રોન કેસ નોંધાયા છે. ભારતે છેલ્લા 24 કલાકમાં 8,895 નવા કોવિડ-19 કેસ નોંધયા છે. જ્યારે 2,796 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 3,46,33,255 થઈ ગઈ છે. બીજી તરફ કોરોનાના રોગચાળાને કારણે કુલ મૃત્યુઆંક હવે વધીને 4,73,326 થયો છે.

પુણેને અડીને આવેલા પિંપરી-ચિંચવડમાં સાત સંક્રમિત દર્દીઓ અને એક પુણેમાં મળી આવ્યા છે. આજે દિલ્હીમાં પણ એક ઓમિક્રોન સંક્રમિત દર્દી મળી આવ્યો છે. આ રીતે હવે દેશમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 12 પર પહોંચી છે..

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!