GSTV

સાચવજો! BIG BREAKING: કર્ણાટકમાં ઓમિક્રોની દસ્તક વચ્ચે ચિક્કમગલુરુમાં 69 વિદ્યાર્થી-શિક્ષકોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 7 દિવસ સુધી સ્કૂલ સીલ

Last Updated on December 6, 2021 by pratik shah

કર્ણાટકમાં કોવિડ-19ના નવા વેરિઅન્ટ (Omicron Variant)ની દસ્તક વચ્ચે, કોરોના સંક્રમણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ભારતમાં ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે કર્ણાટકમાં 69 વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના પોઝિટિવ સામે આવતા ભારે હડકંપ મચ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે કર્ણાટકના ચિક્કામગાલુરુ જિલ્લામાં એક શાળાના 59 વિદ્યાર્થીઓ સહિત 69 લોકોનો COVID-19નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

શાળા કરાઈ સીલ

સંક્રમિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ સ્કૂલમાં ક્વોરન્ટાઈન

કોરોના

જિલ્લા આરોગ્ય અધિકારી એસએન ઉમેશે જણાવ્યું હતું કે મોટાભાગના સંક્રમિતો એસિમ્પ્ટોમેટિક છે અને તેમના સ્વાસ્થ્યના પરિમાણોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમજ આગામી પખવાડિયા સુધી શાળાને સીલ કરી દેવામાં આવી છે. તમામ સંક્રમિત લોકોને પરિસરની અંદર અલગ-અલગ બ્લોકમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓ અને સ્ટાફને શાળામાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટેના પગલાં લેવાના સરકારના નિર્ણયની જાહેરાત કર્યા પછી આ કિસ્સાઓ સામે આવ્યા છે.

કોરોના

તપાસના અપાયા આદેશ

કર્ણાટાકામાં કોરોના વાયરસના ખતરનાક ઓમિક્રોન વેરીએન્ટના કેસો સામે આવ્યા હતા. ત્યાર પછીથી સરકાર સતર્ક થઈ ગઈ છે. કર્ણાટકા સરકારના મંત્રી આર અશોકના જણાવ્યા મુજબ સંક્રમિત થયેલા એક વ્યક્તિની રીપોર્ટને લઈને કંઈક આશંકા છે. એક રિપોર્ટમાં પોઝિટીવ છે તો અન્ય રીપોર્ટમાં તે નેગેટીવ આવ્યો છે. આ કારણે લેબનો ટેસ્ટ જરૂરી છે.

કોરોના

મંત્રી આર અશોકે કહ્યું, ‘કર્ણાટક સરકારે આરટીપીસીઆર રિપોર્ટને લઈને પ્રથમ ઓમિક્રોન કેસની તપાસનો આદેશ આપ્યો છે. તે વ્યક્તિ એક હોટલમાં રોકાયો અને પછી ત્યાં કેટલીક મીટીંગો કરી હતી. જે બાદ તે દુબઈ ગયો હતો. આવી સ્થિતિમાં તેના બે રિપોર્ટ છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ, જે શંકા પેદા કરે છે. તેમણે કહ્યું કે આ કારણોસર આ રિપોર્ટ્સ તૈયાર કરનાર લેબની તપાસ થવી જોઈએ. મંત્રીએ કહ્યું કે બેંગ્લોરના પોલીસ કમિશનર આ તપાસની દેખરેખ રાખશે.

READ ALSO

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!