GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કાળિયાર કેસ : સૈફ અલીખાન, સોનાલી બેન્દ્રે અને નિલમને લઇને અાવ્યા મોટા સમાચાર

રાજસ્થાન સરકારે કાળિયાર શિકાર કેસ મામલે હાઈકોર્ટ જવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન સરકાર આ મામલે અભિનેતા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ કોઠારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે.  પાંચ મહિના પહેલા કોર્ટે સલમાન ખાનને બાદ કરતા તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા હતા.

કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી જોકે, બાદમાં સલામાન ખાનને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.  સલમાન ખાનને જામીન મળતા તેનો વિરોધ બિશનોઈ સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. કાળિયાર શિકાર મામલે બિશનોઈ સમાજે લાંબી લડત આપી છે. જે બાદ કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી.

વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટે સલમાનને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની જેલની સજા આપી છે. આ ઉપરાંત સલમાન ખાને રૂ. 10,000નો દંડ કરવામાં આવ્યો છે. સલમાન ખાનને કોર્ટમાંથી સીધો જોધપુર સેન્ટ્રેલ જેલ લઈ જવામાં આવ્યો. અહીં સલમાન ખાનનો મેડિકલ ચેકઅપ કરાયો હતો.

અન્ય સ્ટાર્સ નિર્દોષ છૂટ્યા હતા

કોર્ટે બાકીના અન્ય સ્ટાર્સ સૈફ અલિખાન, તબ્બુ, નિલમ અને સોનાલી બેન્દ્રને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટમાં હાજર થવા માટે દરકે સ્ટાર્સ બુધવારે જ જોધપુર પહોંચી ગયા હતા. આ ઘટના સપ્ટેમ્બર-ઓક્ટોબર 1998ની છે. ત્યારે આ બધા ફિલ્મ ‘હમ સાથ-સાથે હૈ’ના શૂટિંગમાં રાજસ્થાન ગયા હતા.

સૈફ અલી, નીલમ, સોનાલી અને તબ્બુ પર કેમ હતો આરોપી

 કાંકાણી ગામ શિકાર મામલે સાક્ષીઓએ કોર્ટેને જણાવ્યું કે, ગોળીનો અવાજ સાંભળીને તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. શિકાર સલમાને ખાને કર્યો હતો. પરંતુ જીપમાં તેમની સાથે સૈફ અલી, નીલમ, સોનાલી અને તબ્બુ પણ હતા. તેમના પર સલમાનને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. ગામના લોકોને જોઈને સલમાને ખાને શિકાર કરેલા હિરણને ત્યાં જ છોડીને જતા રહ્યા હતા.

Related posts

ચીન સપ્ટેમ્બરથી એલિયન્સની શોધ માટે આગળ વધશે, લેશે આ મોટા ટેલિસ્કોપની મદદ

Harshad Patel

સાઉદી અરબને લાગ્યો 20 વર્ષનો સૌથી મોટો ઝટકો, આ છે કારણ

Mansi Patel

મોદી સરકારના આ મંત્રીએ કર્યો દાવો, આ સેક્ટરમાં દેશમાં 11 કરોડથી વધારે નોકરી મળી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!