GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર/ ભૂપેન્દ્ર પટેલ સરકાર આંદોલનો પૂરા કરવાના મૂડમાં, આ કર્મચારીઓનો વધશે હવે પગાર

રાજ્યમાં આગામી બે માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે ત્યારે રાજ્ય સરકાર નારાજ સરકાર કર્મચારીઓને મનાવવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે. કેટલાક સમયથી માનત વેતન સહિત વિવિધ પડતર પ્રશ્નોને જે આંદોલન ચાલી રહ્યા તે તમામ આંદોલનનો અંત લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પોલીસ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ પૅ ગ્રેડ મામલે પોલીસ પરિવારના આંદોલનને ખતમ કરવા માટે સરકાર દ્રારા તાજેતરમાં 550 કરોડની રકમ ફાળવી હતી અને પોલીસ પરિવારને ચૂંટણી પહેલા ખુશ કર્યા હતા ત્યારે હવે મળતી માહિતી અનુસાર સરકાર આગામી દિવસોમાં હવે આશા વર્કર બહેનોને ખુશ કરવાનો પ્લાન તૈયાર કરી રહી છે. હાલ રાજ્યમાં આશા વર્કર બહેનોને સૌથી ઓછું માનદ વેતન આપવામાં આવે છે. જેથી અવાર નવાર આશા વર્કર બહેનો ગાંધીનગર ખાતે માનત વેતન વધારાની માગ સાથે દેખાવો કરે છે. મળતી માહિતી માહિતી અનુસાર હાલ રાજ્યમાં આશા વર્કર બહેનોને 2 હજાર રૂપિયાનું નજીવું વેતન આપવામાં આવી રહ્યું છે. જેથી સરકાર હવે માનત વેતનમાં વધારો કરવાનું આયોજન કરી રહી છે.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્રારા આશા વર્કર બેહનો કેટલું વેતન આપવું તેની રણનીતિ તૈયાર કરી દીધી છે અને હાલ મુખ્યમંત્રી સમક્ષ આશા વર્કર બહેનોના માનત વેતનમાં વધારો કરવા અંગેની વિગતો સોંપવામાં આવી છે, ટૂંકા ગાળામાં મુખ્યમંત્રી આ મામલે નાણાં વિભાગ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આશા વર્કર બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે.

નોંધનીય છેકે, આશા વર્કર બહેનો અવારનવાર સરકાર સમક્ષ બાંયો ચડાવીને આંદોલન કરતા નજરે પડે છે અને આશા વર્કર બહેનોની માગ છે કે સરકાર તેમને છઠ્ઠા પગાર પંચ મુજબ માનત વેતન આપે આ ઉપરાંત આશા વર્કર બહેનો આગામી 30 ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ આ મામલે રજૂઆત કરવા આવે તેવી પણ જાણકારી મળી રહી છે.

READ ALSO

Related posts

ભટારના શાંતિવન મિલ પાસે લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત, આઠ કામદારોને પહોંચી ગંભીર ઈજાઓ

pratikshah

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah
GSTV