GSTV

BIG BREAKING: ITની મોટી કાર્યવાહી, ભાસ્કર ગ્રુપના અલગ અલગ ઠેકાણા પર 800 જેટલા અધિકારીઓના દરોડા

Last Updated on July 22, 2021 by Karan

દેશના જાણીતા સમાચાર ગ્રુપ ભાસ્કરની ઓફિસ પર આવકવેરા વિભાગે મોટી તવાઇ બોલાવી છે. આવકવેરાના અધિકારીઓએ વહેલી સવારે અમદાવાદ, જયપુર નોયડા અને ભોપાલ સહિતની ઓફિસો પર કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ મુંબઇ અને દિલ્હીની આવકવેરા ટીમે આ ઓપરેશન હાથ ધર્યુ છે. સ્થાનિક પોલીસનો બંદોબસ્ત પણ સુરક્ષાના કારણોસર સાથે રાખવામાં આવ્યો છે. ભાસ્કર જથ સામેની કાર્યવાહી મામલે રાજ્યસભામાં પણ હંગામો થયો છે. વિપક્ષી સાંસદોએ મોદી સરકારની આકરી ટીકા કરી છે. ભાસ્કર ગ્રૂપ પર એક સાથે આઈટી અને ઈડી વિભાગે એકાએક દરોડા પાડ્યા છે.

IT વિભાગના દરોડા

  • ભોપાલ, ઈન્દોર, જયપુર, નોઈડા, અમદાવાદ સહિતના સ્થળો પર દરોડા
  • IT વિભાગની ભાસ્કર સમુહની ઘણી ઓફિસો પર દરોડા
  • કોરોનાની બીજી લહેર દરમ્યાન ભાસ્કરની ઘણી રિપોર્ટ રહી ચર્ચામાં
  • સમગ્ર સર્ચ ઓપરેશન દિલ્હી અને મુંબઈની ટીમ દ્વારા સંચાલિત

ઈન્કમટેક્સ વિભાગે સર્ચ અભિયાન આદર્યું

મળતી માહિતી મુજબ વહેલી સવારે પાંચ વાગ્યાથી અમદાવાદ, દિલ્હી, નોઈડા, પટણા, જયપુર, ભોપાલ, ઇન્દોર સહિતની ઓફિસમાં ઈન્કમટેક્સ વિભાગે સર્ચ અભિયાન આદર્યું હતું. અમદાવાદ ઓફિસમાં ૭૦થી વધુ કર્મચારીઓ આવ્યા હતા. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું પરંતુ સત્તાવાર સૂત્રોના અહેવાલ પ્રમાણે દરોડામાં પ્રમુખ હિંદી મીડિયા સમૂહના પ્રમોટર પણ સામેલ છે જે અનેક રાજ્યોમાં સંચાલન કરે છે. આ મામલે કોંગ્રેસી નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ટ્વીટમાં લખ્યું હતું કે, રાજ્યની રાજધાની ભોપાલમાં પ્રેસ કોમ્પ્લેક્સમાં કાર્યાલય સહિત ગ્રુપના અડધો ડઝન પરિસરોમાં ટેક્સ અધિકારીઓ ઉપસ્થિત છે. આરજેડીના રાજ્યસભા સાંસદ મનોજ ઝાએ પણ આ અંગે રિએક્ટ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, મીડિયા પર દરોડાની સંભાવના છે.

દૈનિક ભાસ્કરના વિવિધ વિભાગો પર ઈન્કમ ટેક્ષ ઈન્વેસ્ટિગેશન વિંગની ટીમે દરોડા પાડ્યા છે. ભોપાલના પ્રેસ કોમ્પલેક્ષ સહિત અડધો ડઝન સ્થળો પર ઈન્કમટેક્ષની ટીમો હાજર છે.

તમને જણાવી દઈએ કે સમગ્ર સર્ચ ઓપરેશન દિલ્હી અને મુબંઈની ટીમ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે.દૈનિક ભાસ્કરના તમામ સ્થળોએ દરોડાને લઈને કોંગ્રેસે બીજેપી પર નિશાન સાધ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્ર જયરામ રમેશે આ ઘટનાને મોદીફાઈડ ઈમર્જન્સી ગણાવી છે.

અમદાવાદમાં રેડ પડી ત્યારે માત્ર વેબસાઇટનો અને અન્ય સિક્યુરિટી સ્ટાફ હાજર હતો. IT અધિકારીઓ દ્વારા તમામના મોબાઇલ લઇ લેવાયા હતા. મીડિયા ગ્રુપ દૈનિક ભાસ્કરના દેશભરના ઠેકાણા પર આજે ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. ઈન્કમ ટેક્સના દરોડામાં 800થી વધારે આવક વિભાગના અધિકારી અને પોલીસકર્મીઓ જોડાયા હતા. દૈનિક ભાસ્કરના મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનના કાર્યાલયોમાં ઈન્કમ ટેક્સ વિભાગની ટીમો પહોંચી હતી.

તો વળી આવક વિભાગના ડાયરેક્ટરના નિવાસસ્થાને પણ ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ પહોંચી હતી. ઈન્કમ ટેક્સના દરોડાની અસર જયપુરની હેડ ઓફિસ પર પણ પડી હતી. આજે સવારે જયપુર મુખ્યાલય પર 30થી વધારે ઈન્કમ ટેક્સ અધિકારી અને પોલીસકર્મી પહોંચ્યા હતા.

દૈનિક ભાસ્કર ગ્રુપ ઘણા વ્યવસાયો સાથે સંકળાયેલુ

ઈન્કમ ટેક્સ વિભાગને ગંધ આવી હતી કે, ભાસ્કર ગ્રુપે પોતાના સહયોગી કંપની દ્વારા ટેક્સ ચોરી કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, પ્રિન્ટ અને ડીજીટલ મીડિયા ઉપરાંત દૈનિક ભાસ્કર ગ્રુપ કેટલાય વ્યવસાયો સાથે સંકળાયેલુ છે. વિભાગ કંપનીની નાણાકીય લેવડ-દેવડ સાથે જોડાયેલા દસ્તાવેજો જપ્ત કરી કાર્યવાહી કરી રહ્યુ છે.

તો વળી બીજી બાજૂ દૈનિક ભાસ્કર ગ્રુપ પર થયેલા આ કાર્યવાહીથી દેશભરમાં પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે. વિભાગની ટીમ ડીબી ગ્રુપ સાથે પૂછપરછ કરી ટેક્સ લાયબિલિટીનો ખુલાસો કરી શકે છે. આવક વિભાગની સાથે અન્ય સહયોગી એજન્સીઓ પણ ઈનપુટના આધારે એક્શન લઈ શકે છે.બીજી તરફ કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ટ્વિટર પર લખ્યું કે રાજ્યની રાજધાની ભોપાલમાં પ્રેસ કોમ્પલેક્ષમાં ભાસ્કરની ઓફિસ સહિત ગ્રુપના અડધો ડઝન પરિસરોમાં આઈટીના અધિકારીઓ હાજર છે.

READ ALSO

Related posts

જ્ઞાન શક્તિ દિવસ / અમે વિકાસની વાતો કરીએ છીએ અને તેઓ વિનાશની, CM રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર

Dhruv Brahmbhatt

માથાકૂટ / SOU ખાતે ઓનલાઇન ટિકિટનું સર્વર ખોટકાતા પ્રવાસીઓનો હોબાળો, એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયા

Dhruv Brahmbhatt

કુંદ્રાના કાંડમાં ફસાયેલી શિલ્પા શેટ્ટીના સપોર્ટમાં આવ્યા હંસલ મહેતા: સારા સમયમાં બધા પાર્ટી કરવા આવશે, ખરાબ સમયે મૌન ધારણ કરી લેશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!