GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

BIG NEWS: અમદાવાદમાં AMTS અને BRTSમાં મુસાફરોની ફરજીયાત રસી મામલે મેયરે ફેરવી તોળ્યું

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના સંક્રણમાં ઘટાડો આવ્યાની સાથે સાથે સંક્રમિતોની સંખ્યામાં પણ ઘટાડો નોઁધાતા વહીવટી તંત્રે રાહતનો શ્વાસ અનુભવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં વેક્સિનેશનને લઈને કોર્પોરેશન મહત્વનો નિર્ણય લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ સંક્રમણ વધે નહી તે માટે તંત્ર સજ્જ છે. બીજી તરફ આ મામલે મેયરે યુ ટર્ન લીધો છે.

મુસાફરોના હોબાળાના ભયને લઇ માત્ર રસી લેવાની અપીલ કરી

અમદાવાદમાં બીઆરટીએસ અને એએમટીએસમાં ફરજીયાત રસી મામલે મેયરે ફેરવી તોળ્યું છે..પહેલા મુસાફરો માટે રસી ફરજિયાત કહી હતી..જો કે ત્યારબાદ મુસાફરોના હોબાળાના ભયને લઇ માત્ર રસી લેવાની અપીલ કરી છે તેવું કહ્યું હતુ….કોર્પોરેશનની પ્રેસ નોટમાં પણ ગોટાળો થયો હતો..મેયરે કહ્યું હતુ કે રસી ફરજીયાત નથી પરંતુ રસી લેવાની અપીલ કરવામાં આવી છે.

  • વેક્સિન લેનારને જ બસમાં મુસાફરીનું અનુમતિ
  • એએમસીનો સૌથી મોટો નિર્ણય
  • વેકસીનેશન ને લઈને કોર્પોરેશન લેશે મહત્વનો નિર્ણય..
  • એ એમ ટી એસ અને બી આર ટી એસ મુસાફરો નું કરવામાં આવશે ચેકીંગ*..
  • વેકસીન લીધી છે કે કેમ તે અંગે કરવામાં આવશે તપાસ
  • વેકસીનેશન સર્ટિફિકેટ અથવા મેસેજ રાખવો પડ શકે છે  સાથે…
  • કોરોના સંક્રમણ ઘટાડવા માટે કોર્પોરેશન લેશે મહત્વનો નિર્ણય.

જેમાં વહીવટી તંત્ર દ્વારા એએમટીએસ અને બીઆરટીએસ મુસાફરોનું ચેકીંગ કરવામાં આવશે..વેક્સિન લીધી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે…વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મેસેજ સાથે રાખવો પડી શકે છે..કોરોના સંક્રમણ ઘટાડવા માટે કોર્પોરેશન મહત્વનો નિર્ણય કરે તેવી શક્યતા છે. હાલમાં રાજ્યની અંદર બીજી લહેર ધીમી પડી છે, સાથે સાથે રાજ્ય રસીકરણ અભિયાન મામલે ત્રીજા નંબરે પહોંચ્યુ છે.

READ ALSO

Related posts

ઉલટી ગંગા : ભાજપમાંથી આ નેતા કોંગ્રેસમાં જોડાયા, મોરબી જિલ્લાપંચાયત તોડવાની સોંપાઈ જવાબદારી

GSTV Web Desk

હવે અર્બુદા સેના મેદાને : દૂધ ઉત્પાદક સંઘમાં કસ્ટોડિયન કમિટીએ સંઘને કર્યું નુક્સાન, એસીબીને તપાસ કરવા કરી રજૂઆતો

GSTV Web Desk

ઝટકો / ટ્રેનના ભાડા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો

GSTV Web Desk
GSTV