GSTV

BIG BREAKING: જો રસી નહીં લીધી હોય તો AMC 20મી સપ્ટેમ્બરથી આ જાહેર ક્ષેત્રોમાં જનતાને નહીં આપે પ્રવેશ

અમદાવાદ

Last Updated on September 17, 2021 by pratik shah

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨ નવા કેસ નોંધાયા છે. આમ,  એક જ દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં ૫૦%નો વધારો થયો છે. બુધવારે કોરોનાના ૧૫ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ૧૮ ઓગસ્ટ બાદ ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સૌથી મોટો નિર્ણય કર્યો છે. જાહેર ક્ષેત્રના વિવિધ સ્થળો પર વેક્સિનેટે ના હોય તેમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

કોરોના

વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવા માટે આ નિર્ણય કરાયો

બીજી તરફ AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં મનપા ના તમામ પરિસર માં મુલાકતિઓ પાસે  વેકસીન સર્ટી તપાસવામાં આવશે. AMTS – BRTS , કાંકરિયા લેક્ફ્રન્ટ , કાંકરિયા ઝુ , સાબરમતી રિવરફ્રન્ટ , લાઈબ્રેરી , સ્વિમિંગ પુલ , જીમખાના , સીટી સિવિલ સેન્ટર , સહિત તમામ બિલ્ડીંગ માં વેકસીન સર્ટી તપાસવામાં આવશે. વેકસીન નહિ લેનાર ને મનપા પરિસર માં તારીખ 20 સપ્ટેમ્બરથી પ્રવેશ પર લાગશે પ્રતિબંધ. વેક્સિનેશન મામલે તંત્રે સખ્ત નિર્ણય કર્યો છે. મહત્વનું છેકે અમદાવાદમાં અત્યાર સુધી 36.59 લાખ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે…જ્યારે  16.44 લાખ લોકોએ બંને ડોઝ લીધા છે..

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી સૌથી વધુ ૫, વડોદરામાંથી ૩, ભાવનગર-વલસાડમાંથી ૨ જ્યારે અમરેલી-ગીર સોમનાથ-જામનગર-પોરબંદર-રાજકોટમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. સળંગ ૧૨માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નહોતું. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૮,૨૫,૬૭૭ જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૨ છે.

રસીકરણ એ અત્યારે તો કોરોના સામે લડવાનો સૌથી કારગર ઉપાય છે. માટે આખી દુનિયા રસીકરણને મહત્વ આપી રહી છે. રસીના ડોઝનું ઉત્પાદન વધેએ માટે ફાર્મા કંપનીઓ પ્રયત્નશીલ છે, તો વળી વધારે રસીઓ મળી રહે એટલા માટે પણ કંપનીઓ શોધ-સંશોધન કરી રહી છે. બીજી તરફ દુનિયાના ઘણા દેશોએ પ્રવાસીઓ માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત બનાવ્યા છે. તેમાંથી પ્રેરણા લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય લીધો હોવાની શક્યતા છે. પરંતુ જાહેર આરોગ્ય માટે આ નિર્ણય મહત્વનો સાબિત થશે.

કોરોના પૂર્વેની સ્થિતિ સુધી પહોંચવું હોય તો મહત્તમ રસીકરણ અને રસી લીધી છે એ લોકોને પ્રોત્સાહન મળે એવા પગલાં લેવા જોઈએ. આ એવું જ એક પગલું છે.

AMTS
  • મનપા ના તમામ પરિસર માં મુલાકતિઓ પાસે  વેકસીન સર્ટી તપાસવામાં આવશે
  • AMTS – BRTS , કાંકરિયા લેક્ફ્રન્ટ , કાંકરિયા ઝુ , સાબરમતી રિવરફ્રન્ટ , લાઈબ્રેરી , સ્વિમિંગ પુલ , જીમખાના , સીટી સિવિલ સેન્ટર , સહિત તમામ બિલ્ડીંગ માં વેકસીન સર્ટી તપાસવામાં આવશે
  • વેકસીન નહિ લેનાર ને મનપા પરિસર માં તારીખ 20 સપ્ટેમ્બરથી નહિ અપાય પ્રવેશ
  • શહેર માં અત્યાર સુધી 36.59 લાખ લોકો એ પહેલો ડોઝ લીધો , 16.44 લાખ લોકો એ બીજો ડોઝ લીધો
રસી

આજે સવારથી રાજ્યભરમાં મેગા ડ્રાઇવ માટે ઉભા કરાયેલા ૧૦ હજારથી વધુ બુથ પર રસીકરણનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. સમગ્ર કામગીરી પર સવારથી મુખ્ય સચિવ પંકજ કુમાર નજર રાખીને તેની જરૂરી સમીક્ષા કરી રહ્યા છે. ડ્રાઇવ દરમ્યાન ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે મેગા ડ્રાઇવ દરમ્યાન ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનુ આયોજન છે. મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે બાકી રહેલા લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં અને રાજ્યમાં તા. ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

નો માસ્ક-નો ડિસ્ટન્સ, વેક્સિનના 100 કરોડ ડોઝના ઉજવણી કાર્યક્રમમાં કાર્યકરોએ જ કર્યો નિયમોનો ઉલાળિયો

Dhruv Brahmbhatt

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah

કોંગ્રેસે દમ દેખાડ્યો/ બિહારમાં આજથી મહાગઠબંધન ખતમ, એકલા હાથે ચૂંટણી લડશે કોંગ્રેસ પાર્ટી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!