GSTV

મોટા સમાચાર : અમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 કલાક બાદ બજારો બંધ, માત્ર દવાની દુકાનો રહેશે ખુલ્લી

અમદાવાદમાં વધતા જતા કેસો વચ્ચે આજે સૌથી મોટો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં 27 વિસ્તારોમાં કરફ્યું લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લાં 4 મહિનામાં શ્રેણીબદ્ધ પગલાં ભરતાં કોરોના કાબૂમાં આવી ગયો હતો. આમ છતાં છેલ્લા 10થી 15 દિવસમાં શહેરના યુવા વર્ગ દ્વારા કોવિડ ગાઈડલાઈનનો સદંતર ભંગ કરવામાં આવતો હતો. જેને પગલે આજે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદવના ખાસ કરીને બાળકો, વયોવૃદ્ધ વડીલોને કોરોનાથી બચાવવા માટે રાત્રીના 10 વાગ્યા બાદ 27 વિસ્તારમાં બજારો બંધ કરાવાનો નિર્ણય કરાયો છે. જ્યાં માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રહેશે.

રાત્રીના 10 વાગ્યા બાદ 27 વિસ્તારમાં કરફ્યું જાહેર કરાયો છે. જ્યાં માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રહે

રાત્રીના 10 વાગ્યા બાદ 27 વિસ્તારમાં કરફ્યું જાહેર કરાયો છે. જ્યાં માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રહેશે

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે હવે કોરોનાનો રોગચાળો ફરી માથુ ઉંચકી રહ્યો છે. નવા કેસો અને એકટિવ કેસ બન્નેમાં વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે નજીકમાં આવતાં તહેવારો અને ઋતુ પરિવર્તનનું વાતાવરણ પણ તેમાં ઉમેરો કરશે તેવી ભીતિ સેવાઈ રહી છે. દરમ્યાનમાં સરકારી યાદી મુજબ આજે એક જ દિવસમાં વધુ 178 લોકો સંક્રમિત થતાં તેમણે સારવાર લેવાનું ચાલુ કર્યું છે. બે મહિના બાદ અમદાવાદના આંકડા સુરતની આગળ નિકળી ગયા છે. નોંધપાત્ર છે કે અમદાવાદ શહેરમા મ્યુનિ. કર્મચારીઓની ટીમો ચેકીંગમાં નિકળી ત્યારે આઇઆઇએમ રોડ, એચ.એલ. કોલેજ રોડ, સિંધુભવન રોડ પર ચા, કોફીના સ્ટોલ અને ફુડપાર્લરો પર વળેલાં યુવક-યુવતિઓના ટોળાં ભાગવા માંડયા હતાં. આ દરમ્યાન કેટલાંક સ્ટોલ્સ સીલ કર્યા હતા. કેટલાંકને દંડ ફટકારાયો હતો.

  • એસ.જી.હાઈવે પ્રહલાદ નગર સિંધુભવન રોડ બોપલ આંબલી રોડ
  • પ્રહલાદનગર ગાર્ડન થી કોર્પોરેટ રોડ
  • Iscon cross road thi સપથ ચાર-પાંચ સર્વિસ રોડ
  • 27 સ્થળો પર 10 વાગ્યા પછી દવા ની દુકાન સિવાય અન્ય કોઈ દુકાનો ખુલ્લી રાખી શકશે નહીં

એસ.જી. હાઇવે, પ્રહલાદનગર રોડ, સિંધુભવન રોડ, રીંગરોડ, ખાણીપીણી બજારો, લોગાર્ડન

આ અંગે મ્યુનિ.એ એસ.જી. હાઇવે, પ્રહલાદનગર રોડ, સિંધુભવન રોડ, રીંગરોડ, ખાણીપીણી બજારો, લોગાર્ડન વગેરે વિસ્તારોમાં માસ્ક પહેર્યા વગર કે સોશ્યલ ડિસ્ટન્ટ જાળવ્યા વગર થતાં ટોળાંના ફોટોગ્રાફ્સ રિલીઝ કરી તે પરત્વે ચિંતાની લાગણી વ્યક્ત કરી જણાવાયું છે કે, આ યુવકો સંક્રમિત થયા હશે અને એસિમ્પ્ટોમેટિક હશે તેમનામાં લક્ષણો નહીં હોય પણ તેમના ઘેર રહેતાં તેમના વૃધ્ધ વડિલોને ચેપ લગાડી શકે છે.

ત્યારે આ વધતા સંક્રમણને કારણે વહીવટી તંત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં શહેરના 8 વિસ્તારોમાં રાતે 10 વાગ્યા પછી માત્ર દવાની દુકાનો ખુલ્લી રહશે. યુવકો ના ટોળા જોવા મળતા તેમાજ કોવિડ ની ગાઈડ લાઇનની ભંગ થતો હોવાથી આ 8 વિસ્તારોમાં નિર્ણય અમલી રહશે.

READ ALSO

Related posts

ગોધરા/ સાતપુલ રોડ ઉપરથી 16 લાખથી વધુની જૂની ચલણી નોટો સાથે બે આરોપી ઝડપાયા

pratik shah

વડોદરા/ દુમાડ ચોકડી પાસે ફાયરિંગનો વિડીયો આવ્યો સામે, 6 રાઉન્ડ ફાયરિંગમાં 5 લોકો થયા હતા ઈજાગ્રસ્ત

pratik shah

રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા આવતી કાલથી થશે શરૂ,

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!