GSTV

BIG NEWS: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નક્કી કરેલા ટાઈમ ટેબલ હેઠળ લેવાશે, તારીખોમાં ફેરફારનો પરિપત્ર ખોટો!

Last Updated on April 2, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાની મહામારી વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ની તારીખમાં ફેરબદલી કરવામાં આવી છે. તેવો પરિપત્ર સોશિયલ મીડિયા પર થયો વાયરલ થયો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શિક્ષણ બોર્ડના લેટર પર પરીક્ષા જૂન માસમાં યોજાશે તેવો લેટર થયો ફરતો થયો હતો. બીજી તરફ રાજ્યના શિક્ષણ બોર્ડ આ લેટર ફેક હોવાનો કર્યો દાવો, શિક્ષણ બોર્ડ કોઈ પરીક્ષાની તારીખ માં ફેરબદલી કરી નથી.

વિદ્યાર્થીઓ અને વાલીઓને  એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયાસ

બોર્ડ આ લેટર ફેક હોવાનો કર્યો દાવો કર્યો છે

આગાઉ શિક્ષણ બોર્ડ દ્રારા નક્કી કરેલા બોડની પરીક્ષા ના ટાઈમ ટેબલ હેઠળ પરીક્ષા લેવાશે, બોર્ડ વાલીઓ અને વિધાર્થીઓ ને કરી અપીલ કોઈ ફેક લેટર પર વિશ્વાસ કરવો નહીં પરીક્ષાની તારીખમાં કોઈ ફેરબદલી કરવામાં આવી નથી. કોરોનાની મહામારી વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનો ફેક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે અંગે શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.  શિક્ષણ બોર્ડ દ્વારા આ લેટર ફેક ગણાવ્યો છે.

ફોર્મ

શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાની તારીખો અંગે કોઇએ બોગસ મેસેજ બનાવીને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે. પહેલી એપ્રિલનો મેસેજ કરીને  વિદ્યાર્થીઓ અને વાલીઓને  એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયાસ કરેલ છે.  તેમજ ગેરમાર્ગે દોરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે. ત્યારે ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા તેના નિયત કાર્યક્રમ મુજબ 10 મેથી 25 મે દરમ્યાન લેવામાં આવશે.

READ ALSO

Related posts

ગુજરાત ભરમાં હોબાળા : ધંધૂકા, રાધનપુર બાદ આજે રાજકોટમાં ધંધૂકાવાળી થતાં રહી ગઈ, પોલીસતંત્ર રહે એલર્ટ

GSTV Web Desk

માઈ ભક્તો માટે ખુશખબર: આ તારીખથી ખુલશે અંબાજી મંદિરના દ્વાર, ઓનલાઇન બુકિંગ ફરજિયાત

GSTV Web Desk

મોટા સમાચાર / ભારત પર હાલ નથી ઘાતક NeoCov વાયરસનું જોખમ, જાણો કેમ ?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!