GSTV

અરવલ્લીમાં વરસાદને પગલે ખેડૂતોના મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન

Last Updated on October 30, 2019 by Mansi Patel

અરવલ્લી જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા માવઠાથી ખાસ કરીને ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અચાનક પલટાયેલા હવામાનને કારણે ભારે વરસાદ થયો.

જેમાં ખેડૂતોએ મહામહેનતથી તૈયાર કરેલા પાક થોડા જ સમયમાં ધોવાઈ ગયા. મગફળી અને કપાસના પાકનો સોથ વાળતા ખેડૂતોનાં મોઢામાં આવેલો કોળીયો છીનવાયો ગયો.

અરવલ્લી જિલ્લામાં ચોમાસની સિઝન દરમિયાન કુલ ૨ લાખ હેક્ટર જમીનમાં ખરીફ વાવેતર થયું છે. જે પૈકી સૌથી વધુ ૫૫ હજાર હેક્ટર જમીનમાં મગફળી અને ૩૫ હજાર હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે.

જિલ્લામાં ૧૩૦ ટકા કરતા વધુ વરસાદ વરસતા વાવેતર બાદથી જ ખેડૂતોને કપાસ સોયાબીન મકાઈ મગફળી જેવા પાકોમાં નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

 સતત વરસેલા વરસાદને કારણે પાકમાં ૫૦ ટકા જેટલું ઉત્પાદન ઓછું મળ્યું છે. તેવામાં બાકી બચેલા પાક ઉપર ખેડૂતોને ખર્ચ કરેલા રૂપિયા મજરે મળવાની આશા હતી તે પણ ઠગારી નીવડી છે.

READ ALSO

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધી કુલ 26 ગુના નોંધાયા, 1800 કરોડની જમીન ખાલી કરાવવામાં આવી

pratik shah

સરદાર બાગ ખાતે કોંગ્રેસનું અન્ન અધિકાર આંદોલન, ભાજપના રાજમાં કાળા બજારીયાઓને લીલા લહેર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!