GSTV
Home » News » મોટા મોટા રોકાણકારો પણ કહે છે કે 2019માં PM તો મોદી જ હશે, પણ પરિણામ….

મોટા મોટા રોકાણકારો પણ કહે છે કે 2019માં PM તો મોદી જ હશે, પણ પરિણામ….

દેશના દિગ્ગજ રોકાણકાર ઝુનઝુનવાળાએ મુંબઈમાં બુધવારે થયેલ ટાઈકોન સમિટને સંબોધિત કરતા વાતો કરી હતી કે આવનારી લોકસભા ચૂંટણીમાં બીજેપી ચૂંટણી જીતશે અને મોદી એક વાર ફરી વડાપ્રધાન બનશે. તેમણે એમ પણ કહ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામ ખૂબ જ ચોંકાવનારા હશે. તેમને રૂપિયાની અસ્થિરતાને વિકાસ માટે ભયાનક ગણાવી છે. મુંબઈમાં બુધવારે થયેલ ટાઈકોન સમિટને સંબોધિત કરતા તેમણે વાતો કરી હતી.

ઝુનઝુનવાળાએ કહ્યું છે કે, ડેમોગ્રાફિક ઈવોલ્યૂશનના કેસમાં ભારત સૌથી સ્થિર સ્થિતિમાં છે. આઝાદી પછી દરેક દશકમાં ભારતે વિકાસમાં વધારો કર્યો છે. દિગ્ગજ નિવેશકે કહ્યું કે વિકાસ અને સમૃધ્ધિ ત્યારે જ આવે છે જયારે વ્યવસ્થામાં ભારે ઉથલ-પાથલ થાય. જેવું ભારત અને અમેરિકામાં થયું છે. ભારતના વિકાસમાં લોકતંત્ર, ઉધમશીલતા અને પ્રાકૃતિક સંસાધનનું મોટું યોગદાન છે.

નિવેશની વાત આવે છે તો વાસ્તવમાં કેવો દ્રષ્ટિકોણ હોવો જોઈએ તો ઝુનઝુનવાળા તેનો સાધારણ જવાબ આપતા કહે છે કે બેહદ નમ્રતા, તેના સિવાય કાંઈ જ નહી. તેમણે કહ્યું કે કોઈ પણ નિવેશકમાં પહેલાં ગુણ તરીકે આશાવાદ હોવું જોઈએ.

તેમના મુજબ વૈશ્ર્વિક સ્તર પર બે મોટા કારણ છે, જે ભારતના વિકાસને નુકસાન પહોંચાડી શકે છે. પહેલું છે રૂપિયાની અસ્થિરતા અને બીજું છે વધતુ જતુ દેવું. જો કે તેમનું માનવું છે કે વેપાર, યુધ્ધ અને કાચાં તેલના બજારો પર કંઈ વધારે પ્રભાવ પડશે નહીં. ઝુનઝુનવાળાએ કહ્યું કે, વૈશ્વિક આર્થિક સુસ્તીનો સીધો મતલબ છે કે તે નાણાંકીય બજારોને પ્રભાવિત કરશે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!