ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2022ની સીઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર હોવાના કંગાર પર ઉભેલી કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા ટીમના સ્ટાર ખેલાડી પેટ કમિન્સ ઈજાગ્રસ્તના પગલે સંપૂર્ણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ અંગે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ વેબસાઈટ cricket.com.au જાણકારી આપી છે. સામાન્ય હિપ ઈજાના પગલે કમિન્સે આઈપીએલમાંથી આરામ લીધો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે 7.25 કરોડમાં ખરીદ્યો હતો
પેટ કમિન્સ આ આઈપીએલની સીઝનમાં અમુક મેચો પછી ટીમ સાથે જોડાયો હતો. નોંધનીય છે કે, આ અગાઉ કમિન્સ પાકિસ્તાન પ્રવાસે હતો જ્યાંથી પરત આવીને IPLમાં કમિન્સે જોઈન્ટ કર્યું હતું. કમિન્સે ચાલુ સીઝનમાં માત્ર પાંચ મેચો રમી છે જેમાં 7 વિકેટ ખેરવી છે. બીજી બાજુ બેટથી પણ કમાલ દેખાડ્યો હતો અને એક ફિફિટી ફટકારીને ટીમને શાનદાર જીત અપાવી હતી. કોલકાતા ફ્રેન્ચાઈજીએ મેગા હરાજીમાં કમિન્સેને 7.25 કરોડમાં ખરીદ્યો હતો.
કોલકાતા પ્લેઓફની રેસમાંથી આઉટ થવાના આરે
કોલકાતાની ટીમ હાલમાં પ્લેઓફની રેસમાંથી બહાર થવાની અણી પર ઉભી છે. ટીમે અત્યાર સુધી 12 માંથી માત્ર 5 મેચ જીતી છે જેના પગલે 10 પોઈન્ટ છે. KKR પાસે હવે બે મેચ રમવાની છે. જો કોલકાતાની ટીમ તેની બાકીની બંને મેચ જીતી જાય તો પણ તેના માત્ર 14 પોઈન્ટ જ રહેશે. આ સ્થિતિ વચ્ચે કોલકાતાએ બાકીની ટીમોએ તમામ મેચ હારવા અને નેટ રન રેટમાં પાછળ રહેવા માટે પ્રાર્થના કરવી પડશે. આવું થવું અશક્ય છે.
READ ALSO
- શું આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ? સામે આવી તસવીર
- ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલ છે તમારા ધનનું કનેક્શન, લગાવો આ 5 વસ્તુ તો ઘર રહેશે સમૃદ્ધ
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા
- પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા
- રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત