GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોનામાં દેશના ટોપ-10 બિઝનેસ હાઉસમાંથી 6ને લાગ્યો ઝટકો, સંપત્તિમાં થયો મોટો ઘટાડો

દેશ આર્થિક સંકટમાં ફસાયો છે. આ સંજોગોમાં ફેમિલીની માલિકીવાળા બિઝનેસમાં પણ ખાસું ધોવાણ થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર પરિવારોની માલિકીવાળા બિનઝેસ હાઉસોને જાન્યુઆરી-માર્ચ 2020 ક્વાર્ટરમાં ભારે નુકશાન થયું છે. ઓઇલ અને ગેસ, ધાતુ અને ખાણકામ, ટેલિકોમ તેમજ કોમોડિટી બિઝનેસને ગત ક્વાર્ટરમાં ભારે નુકશાન થયું છે.

ધનવાન પરિવારોની સંપત્તિ ઘટી

ચોથા ક્વાર્ટરના અંતે ભારતના સૌથી મોટા 10 બિઝનેસ હાઉસોમાંથી 6 હાઉસોએ પ્રિ ટેક્સ લોસની સૂચના આપી છે. આ ઉપરાંત સંયુક્ત આવક પણ વર્ષ દર વર્ષને આધારે 9.5 ટકા ઘટી છે, જે ઘણા વર્ષો બાદનું સૌથી નબળું પરિણામ છે. કોરોના વાયરસ અને તેને કારણે લાગુ કરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી આ ધનવાન પરિવારોની સંપત્તિ ઘટી છે. એક સાથે ટોચના 10 વ્યવસાયિક જૂથોએ જાન્યુઆરીથી માર્ચ 2020ના ત્રિમાસિક ગાળામાં રૂ.19,342 કરોડની કરવેરા અગાઉની ખોટ દર્શાવી હતી. જે અગાઉના વર્ષના સમાન ગાળામાં આશરે, 48,500 કરોડના ટેક્સ (પીબીટી) અને ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 39,600 કરોડના નફાની સામે હતી.

ત્રીજા ક્વાર્ટરમાં 5.4 લાખ કરોડ હતી

અન્ય આવક સહીત તેમની કુલ આવક Q4FY20માં 5.03 લાખ કરોડ હતી. આ અગાઉ Q4FY19માં તે 5.56 લાખ કરોડ અને ત્રીજા ક્વાર્ટરમાં 5.4 લાખ કરોડ હતી. પરિવારોની માલિકી ધરાવતા ઉદ્યોગજૂથોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા & મહિન્દ્રા, ટાટા ગ્રુપ, વેદાંતા, બિરલા ગ્રુપ ગ્રાસીમ વગેરેનો સમાવેશ થાય છે.

ત્રિમાસિક ગાળામાં નુકસાન વધ્યું

ટેલિકોમમાં કંપનીઓએ ડેટા ટ્રાફિકમાં તેજી આવતાં વૃદ્ધિ નોંધાવી હતી પરંતુ ત્રિમાસિક ગાળામાં નુકસાન વધ્યું હતું. આદિત્ય બિરલા ગ્રુપનું નુકસાન મોટા ભાગે વોડાફોન આઇડિયાને કારણે થયું હતું તો બિન લોહ ધાતુ અને તેલ ગેસ કંપન વેદાંતા સૌથી વધુ પ્રભાવિત થઇ છે. ઇક્વિનોમિક્સ રિસર્ચ એન્ડ એડવાઇઝરી સર્વિસીસના એમડી જી ચોક્કલિંગમે જણાવ્યું હતું કે, ચોથા ક્વાર્ટરમાં ચીજવસ્તુઓ, ટેલિકોમ અને ઓટોમોટિવ સ્પેસમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તેઓએ જૂન 2020 ક્વાર્ટરને ઘણું નુકશાનકારક નીવડશે તેમ જણાવ્યું છે.

READ ALSO

Related posts

કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ: આજે વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં, 63 હજાર લોકોને લાગ્યો ચેપ

Ankita Trada

જ્હાનવી કપૂરને એક્ટિંગ શીખવાની સલાહ અપાઈ, મિલાપ ઝવેરીએ આપ્યો આ જડબાતોડ જવાબ

Karan

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!