GSTV
Gujarat Government Advertisement

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાનો સરકારનો મોટો નિર્ણય, ઇલેક્ટ્રિક વાહન નીતિ જાહેર, 1 લાખ વાહનો એક વર્ષમાં નોંધશે

Last Updated on August 7, 2020 by pratik shah

દિલ્હી રાજ્ય સરકારે શુક્રવારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પ્રદૂષણને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહન નીતિ શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ માહિતી આપી. નવી નીતિને પ્રગતિશીલ ગણાવતાં કેજરીવાલે દાવો કર્યો કે તે પ્રદૂષણ ઘટાડશે, રોજગારી વધારશે અને પાંચ વર્ષમાં પાંચ લાખ વાહનોની નોંધણી કરશે. સીએમએ કહ્યું કે આ સાથે દિલ્હીની અર્થવ્યવસ્થા સારી થવાની અપેક્ષા છે.

7 ઓગસ્ટ 2020એ ઇલેક્ટ્રિક વાહન નીતિ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ ઇલેક્ટ્રિક વાહન નીતિ દેશની સૌથી પ્રગતિશીલ નીતિ છે. 5 વર્ષમાં 5 લાખ નવા ઇલેકટ્રીક વાહનો નોંધણી કરાશે. ઇવી સેલ’ સ્થાપવામાં આવશે. આખી નીતિને અમલમાં મૂકવામાં મદદરૂપ થશે. 1 વર્ષમાં 200 ચાર્જિંગ સ્ટેશનો થશે, કાર માટે ચાર્જિંગ 3 કિ.મી.ની આસપાસ સરળ રહે. રાજ્ય ઇલેક્ટ્રિકલ વ્હિકલ બોર્ડ બનાવવામાં આવશે. મફતમાં વીજળી, શાળા અને કોરોનાને નિયંત્રિત કરવા માટે અમારા મોડેલની ચર્ચા કરવામાં આવી રહી છે, તેવી જ રીતે અમારી ઇલેક્ટ્રિક વાહન નીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવશે.

Gujarat Government Advertisement

Related posts

ઓ બાપ રે! વાત વાતમાં રાખી સાવંતે રિવીલ કરી દીધું ‘ખતરો કે ખિલાડી’ના વિનરનું નામ, એક ક્લિકે જાણી લો કોણ મારશે બાજી

Bansari

ના હોય / છેલ્લા 5000 વર્ષથી પૃથ્વી પર નજર રાખે છે એલિયન્સ, મનુષ્યોનું કરી રહ્યા છે નિરીક્ષણ!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!