GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

MS Office માં થઈ રહ્યા છે મોટા ફેરફાર, પ્રોગ્રામ્સમાંથી આ ફીચર લેશે વિદાય

MS Office પ્રોગ્રામ્સમાં લાંબા સમય સુધી ટક્યા પછી હવે મથાળે જોવા મળતી ઓપ્શન્સની રિબન વિદાય લે તેવી શક્યતા છે. કંપની ‘‘ફ્લ્યુઅન્ટ ડિઝાઇન’’ તરીકે ઓળખાતી હાલની ડિઝાઇન લેંગ્વેજ અનુસાર વિવિધ પ્રોગ્રામ્સની ડિઝાઇનમાં મોટા ફેરફાર લાવી રહી છે. જે મુજબ MS Officeના ડેસ્કટોપ પ્રોગ્રામ્સ અને મોબાઇલ એપ્સનો યૂઝર ઇન્ટરફેસ (યુઆઈ) બદલાશે. આ નવા યુઆઇમાં રિબનને સ્થાને અલગઅલગ ટૂલબાર્સ આવશે અને આ ટૂલબાર્સની જગ્યા યૂઝર પોતાની મરજી અનુસાર બદલી શકશે.

આ ફેરફારો આપણા સુધી ક્યારે પહોંચશે તે સ્પષ્ટ નથી.

ભારતમાં યુસી બ્રાઉઝર્સ પર અગાઉ પણ પ્રતિબંધ મૂકાયા હતા પણ ત્યારે ટૂંક સમયમાં પ્રતિબંધ દૂર થતા કંપનીએ તેની કામગીરી ચાલુ રાખી હતી આ વખતે ભારત સરકારે એક સાથે ૫૯ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યા પછી યુસી વેબ કંપનીએ આ વખતનો પ્રતિબંધ દૂર થવાની આશા ગુમાવી દીધી લાગે છે. કંપનીની નવીદિલ્હી નજીકના ગુરુગ્રામમાંની ઓફિસમાં ૧૦૦ જેટલા કર્મચારીઓ કામ કરતા હતા.

ભારતીય ટેક કંપનીના પે-રોલ પર હતા

આ કર્મચારીઓમાંથી અમુક મૂળ ચાઇનીઝ કંપની અલીબાબાના પે-રોલ પર હતા જ્યારે અન્ય કર્મચારીઓ અન્ય એક ભારતીય ટેક કંપનીના પે-રોલ પર હતા. અલીબાબાના પે-રોલ પર કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે જ્યારે ભારતીય કંપનીના કર્મચારીઓને આ કંપનીના અન્ય ઓપરેશન્સમાં શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. દરમિયાન ભારત સરકારે પ્રતિબંધિત કરેલી તમામ ચાઇનીઝ એપને વિવિધ મુદ્દાઓને લગતા કુલ ૭૭ સવાલો પૂછીને ત્રણ અઠવાડિયામાં તેના જવાબ આપવા જણાવ્યું છે.

READ ALSO

Related posts

તમે આટલી સરળતાથી બની શકો છો સાયબર મની ફ્રોડનો શિકાર, જાણો ઠગો અજમાવે છે કેવી ટ્રિક્સ

Bansari

શ્રાવણમાં વીરપુરના ખેડૂતોની આંખોમાં અષાઢી અશ્રુ, પ્રભુ ચરણે ધરવાના પુષ્પો ઉકરડે ફેંકવા થયા મજબૂર

pratik shah

સુરતમાં 200 કેસનો સિલસિલો યથાવત, જાણો રવિવારે કયા ઝોનમાં આવ્યાં કેટલા કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!